________________
૩૫
લંડનથી તાકીદી તેવું રાતે ખેલ પૂરો થતાં, નિકોલસ કપડાં બદલી ઘેર જવા કરતો હતો, તેવામાં સ્માઇકને સામે આવેલો જોઈ તે બોલી ઊઠ્યો, “કેમ ભાઈ, કંઈ કાગળ-બાગળ છે કે શું?” “હા મોટાભાઈ, હમણાં જ ટપાલ-ઑક્સિમાંથી આવ્યો છે.”
ઓહો, ન્યુમૅન નૉઝનો દેખાય છે ને કંઈ ! પણ તેના અક્ષર સહેલાઈથી વાંચી શકાશે નહિ. જોઉં, તે શું લખે છે.”
અએક કલાક માથાકૂટ પછી તેણે જે વાક્યો વાંચ્યાં, તેથી તેની ચિંતા શમી નહિ. ન્યુમૅને પેલા દશ પાઉડ પાછા મોકલ્યા હતા – એવી મતલબનું કહીને કે, મિસિસ નિકલ્બીને કે કેટને અત્યારે પૈસાની કંઈ જરૂર નથી, પણ થોડા વખતમાં એવા સંજોગો આવીને ઊભા રહે એવી દહેશત છે કે, કેટને તેના ભાઈના પૈસાની નહિ પણ સંરક્ષણની તાત્કાલિક જરૂર પડે. અને તેવું હશે તો ન્યૂમેન તેને વળતી ટપાલે કે તે પછીની ટપાલે જરૂર લખશે. | નિકોલસ એ કાગળ ફરી ફરીને વાંચી ગયો. તેને તરત કલ્પના આવી ગઈ કે, કેટ સાથે પણ રાલફ કંઈક દગાબાજી રમી રહ્યો હોવો જોઈએ. તેને એક બે વખત તો લંડન તરફ તરત જ ઊપડી જવાનું મન પણ થઈ આવ્યું. પરંતુ વધુ વિચાર કરતાં એને ન્યૂમેનનો બીજો વિગતવાર કાગળ આવે ત્યાં સુધી રાહ જોવાનું ડહાપણ ભરેલું લાગ્યું. | દરમિયાન, નાટક-કંપનીમાંથી છૂટા થવાની તો તેણે તરત તૈયારી કરી રાખવી જોઈએ, જેથી ભલા મિત્ર કમલ્સ નાહક મુશ્કેલીમાં ન મુકાઈ જાય. એમ વિચારી તેણે, થિયેટરમાં સૌ એકઠાં થયાં હતાં
૧૮૫