________________
૧૯૯૬
નિકોલસ નિકબી મને સમજાઈ ગયાં છે, અને હું જીવતો છું ત્યાં લગી હવે તારી સામે આંખ પણ કોણ ઊંચી કરે છે, એ હું જોવા માગું છું !”
મિ૦ વિટિટ્ટર્લીને મળીને, કેટને છૂટી કરાવતાં નિકોલસને ખાસ મુશ્કેલી ન પડી; કારણ કે, તેમના કુટુંબ-ડૉકટર સર ટુમલી સ્નફિમે પોતાનું નિદાન જણાવી દીધું હતું કે, કેટની હાજરી મિસિસ વિટિટ્ટર્લીના જ્ઞાનતંતુઓ માટે પ્રતિકૂળ છે. કેટનો ચડેલો પગાર પહોંચતો કરવાનો જે શિષ્ટાચાર મિ0 વિટિટ્ટર્લીએ દાખવ્યો, તે કેવળ
ઔપચારિક જ હતો; કારણ કે, પાછળથી એવું કશું ચૂકતે કરવાની તેમને ટેવ જ ન હતી.
નિકોલસે કેટને મા પાસે પ્રથમ તો એકલી જ મોકલી, જેથી પોતાને એકદમ આવેલો જોઈ તે નાહકની ચોંકી ઊઠે નહિ. ન્યૂમેન પણ એક ગાડી લઈને ક્યારનો હાજર થઈ ગયો હતો, અને ઘરનો સરસામાન એ ગાડીમાં ભરાવવા લાગ્યો હતો. મિસિસ નિકલ્બીને આ બધા માટે તૈયાર કરતાં મિસ લા ક્રીવીને ખાસો કલાક ગયો હતો; અને છતાંય મિસિસ નિકલ્બીને શ્રીયુત પ્લેક, શ્રીમાન પાઈક, અને સર મલબેરી વિરુદ્ધની કશી વાત ગળે ઊતરી શકતી નહોતી. તે એક જ વાત હજુ રટયા કરતાં હતાં: “આવા શ્રીમંત સગૃહસ્થો! એવું હોય નહીં! કંઈક ગેરસમજ થાય છે;” ઇ0.
છેવટે તો અઢાર પેન્સ પોતે ખરચીને એ ઓરડાની છત ધોળાવી હતી, તે યાદ કરી, એ ધોળાવેલી છત સાથે મકાન પાછું રાલ્ફને આપવાનું થયું, તેનું દુ:ખ જ તેમને અસહ્ય થઈ પડ્યું. | નિકોલસે મિસ લા ક્રીવીના મકાનનો પહેલાં રાખેલો ભાગ જ પાછો ભાડે રાખી લીધો હતો. ત્યાં બધું પહોંચતું થયું, એટલે નિકોલસ તરત રાફની ઑફિસ પાસે નક્કી કરી રાખેલા સ્થળે જઈને ન્યૂમેનને મળ્યો, અને તેને ખાલી કરેલા મકાનની ચાવી તથા પોતે લખી રાખેલી ચિઠ્ઠી રાલ્ફને પહોંચાડવા આપી દીધાં. પછી ભૂત