________________
૧૯૪
નિકોલસ નિકલ્બી નિકોલસની આંખો આગળ સો સો દવા તરવરી આવ્યા અને તે જોરથી જમીન ઉપર પછડાયો. લથડિયું ખાઈ તે ઊભો થવા ગયો, પણ તેનાથી ઝટ ખસાયું નહિ. લોકો અચાનક પેલી ઘોડાગાડી ગઈ હતી તે તરફ જ જોરથી બૂમો પાડતા દોડવા લાગ્યા. તે તરફ ભારે ધમાકો થયો હતો, અને કશું અથડાયું – ફૂટયું હોય એવો અવાજ આવ્યો હતો. નિકોલસ હવે કશું જોઈ-સાંભળી શકયો નહિ. થોડી વારે જ્યારે તેની તમ્મર શમી, ત્યારે તે ઊભો થયો. ઘોડાગાડી ગઈ હતી તે તરફ લોકોનું મોટું ટોળું જમા થયું હતું. પોતાના શરીરને લોહીલુહાણ થયેલું જોઈ, નિકોલસ ચૂપચાપ એક ભાડાની ઘોડાગાડીમાં બેસી ન્યૂમૅનને ઘેર પહોંચી ગયો.
३८ નવા સવાલે
નિકોલસ સારી પેઠે ઘવાયો હતો; અને ઘેર ચિતાપૂર્વક તેની રાહ જોઈને બેસી રહેલા સ્માઇક અને ન્યૂમૅન નૉગ્નની ચિંતાઓ તેના દીદાર જોઈને વળી વધી ગઈ. ન્યૂમેને આસપાસથી માગી તાગીને ખરડ-ચોપડ વગેરેની જે સામગ્રી મળી તે ભેગી કરી અને નિકોલસને લગાવવા માંડી. નિકોલસે હવે મલબેરી સાથે થયેલી મારામારીની વાત બંનેને કહી સંભળાવી. ભલો ન્યુમૅન એ સાંભળી, નિકોલસને ઘા ઉપર દવા લગાવતી વખતે જ, મલબેરીનું ગળું જાણે દબાવવાનું હોય તેમ, અજાણે ભાર દઈને નિકોલસને દુખાડતો હતો.
નિકોલસ હવે કેટને પેલાઓના પંજામાંથી ખસેડી ઝટપટ પોતાના પડખામાં લઈ લેવા ઉતાવળો થઈ ગયો. તે જ પ્રમાણે પોતાની માને પણ હવે રાલ્ફના મકાનમાં રહેવા ન દેવી, એ તેને જરૂરી લાગ્યું.