________________
૧૯૨
| નિકોલસ નિકબી કેટ નિકલ્ટી મારી બહેન થાય છે; તમે લોકોએ તેને માટે અપમાનજનક શબ્દો વાપર્યા છે; મારે આ માણસનું નામ-ઠામ જોઈએ છે.”
કોઈ જરા પણ હાલ્યું નહિ.
“આમ ચૂપ રહ્યું નહિ ચાલે; હું આ માણસનું નામ-ઠામ જાણ્યા વિના તેને છોડવાનો નથી. ભલે મારે સવાર સુધી અહીં બેસી રહેવું પડે,” નિકોલસ ઘૂરક્યો.
મલબેરીએ કશું બોલ્યા વિના એક પ્યાલી ભરી અને હસતાં હસતાં નિકોલસ સામે ધરીને, કશુંક બોલી તે પી લીધી.
નિકોલસ વેઈટરને પોતાનું બિલ ચૂકવી એ લોકોની સામે જ આવીને બેઠો. તેણે વેઇટરને પણ એ માણસનું નામઠામ પૂછી જોયું. પણ એ શહેરી લોકોનો હજૂરિયો ઉસ્તાદ માણસ હતો. તેણે એમ જ જવાબ આપી દીધો કે, ‘મને કંઈ જ ખબર નથી.”
મલબેરી એ જોઈ ખડખડાટ હસી પડયો. લૉર્ડ વેરિસૉફટે ધીમેથી મલબેરીને સદ્ગુહસ્થની રીતે પોતાનું નામ-ઠામ આપવા કહ્યું પણ તેને વધુપડતો નશો ચડ્યો હોવાથી, તેણે તો ઊલટું, એ સૌને વધુ ગરબડ કર્યા વિના, ઘેર ચાલતા થવાનું ફરમાવ્યું!
પેલા ત્રણ જણ મામલો વીફરેલો જોઈ, વધુ કંઈ બોલ્યા વિના, ડહાપણપૂર્વક ત્યાંથી વિદાય થઈ ગયા. નિકોલસ હવે મલબેરીની સામે અડો જમાવીને બેઠો. મલબેરીએ તેના સામું જોઈ, તુચ્છકારથી હસતાં હસતાં એક વધુ પ્યાલી ગટગટાવી અને પછી વેઈટરને બોલાવી, પોતાનો મોટો ઓવર-કોટ પોતાને પહેરાવી દેવા કહ્યું. ઓવરકોટ પહેરી લીધા પછી મલબેરીએ નિકોલસ સામે જરાક આંખ ફેરવી લઈ બહાર ચાલવા માંડ્યું.
બહાર તેની ગાડી તૈયાર ઊભી હતી. તેમાં તે બેસી ગયો કે તરત નિકોલસે દોડતા આવી તેને પૂછયું, “તમારું નામ તમે આપવા માગો છો કે નહિ?”