________________
નવા સવાલો
૧૯૭ વળંગ્યું હોય તેમ – તાવ અને વેદનાની પરવા કર્યા વિના, તે જલદી
જલદી ત્યાંથી વિદાય થઈ ગયો. - ન્યૂમેનના હાથમાં પેલી ચિઠ્ઠી આવી એટલે તેણે તેને વધુ સાચવવા પોતાના ટોપા નીચે મૂકી દીધી. પણ પછી થોડું ચાલી, તે ચિઠ્ઠી ટોપા નીચેથી કાઢીને તેણે હાથમાં લીધી અને તેને પહેલાં તો આગળથી, પછી પાછળથી, તથા છેવટે હાથ લાંબો કરીને દૂરથી આનંદ સાથે વીસેક વખત નિહાળી. પાછી તેને ટોપા નીચે મૂકી દઈ, એ ચિઠ્ઠી મળતાં રાલ્ફનું મોં કેવું થશે એની કલ્પના કરી, આનંદથી પોતાના બંને પંજા તેણે ખૂબ જોરથી ઘસ્યા અને આમળ્યા.
ઑફિસે જઈ, તેણે ચાવી તથા ચિઠ્ઠી દેખાય તેમ રાલ્ફના ટેબલ ઉપર ગોઠવી દીધાં.
થોડી વાર બાદ રાલ્ફ ઉપરથી ઊતરીને ઑફિસના કમરામાં આવ્યો. તેણે નૉઝને પૂછ્યું: “ટપાલ આવી ગઈ?”
“ના.” “બીજા કંઈ કાગળ-પત્તર?”
“એક છે,” એમ કહી નૉર્ડ્ઝ ટેબલ ઉપર મૂકેલી પેલી ચિઠ્ઠી તરફ આંગળી કરી.
“આ શું છે?” રાલ્ફ ચાવી ઉપાડતાં પૂછ્યું.
“ચિઠ્ઠી સાથે – પાએક કલાક પહેલાં કોઈ છોકરો આવેલો તે આપી ગયો છે.” રાલ્ફ ચિઠ્ઠી વાંચી:
“હવે હું તમને પૂરેપૂરા પામી ગયો છું. તમારા ઉપર વરસાવિવાના ક્રોધના શબ્દો મને શોધ્યા જડતા નથી. તમારા ભાઈની વિધવા અને તેની અનાથ દીકરી તમારા છાપરા નીચે રહેવાનો ઇન્કાર કરે છે, અને ધૃણા અને તિરસ્કાર સાથે તમારો પોતાનો પણ ત્યાગ કરે છે. કુટુંબના નામ સાથે જોડાયેલું તમારું નામ પોતાની સાથે હંમેશાં જોડાયેલું રહેશે એટલામાત્રથી પણ તેમને ત્રાસ થાય છે.