________________
બીજો વેરી
૧૮૩
પરંતુ, તેણે કહ્યું હતું તેમ નિકોલસ નમી પડવાને બદલે અડગ ઊભો રહ્યો, એટલે તે તરત થોડે દૂર વચ્ચે જ કઢંગી રીતે થોભી ગયો. એ જોઈને નટીઓ મોટેથી હસી પડી.
t
‘મારા તિરસ્કાર અને તુચ્છકારના ભોગ બનેલ પ્રાણી, હું તને પડકારું છું,” લેન્લિલ હવે જુસ્સામાં આવી જઈ ગર્જ્યો. નિકોલસ તેની આ અદા જોઈ, ખડખડાટ હસી પડયો ! પરિણામે નટીઓ વળી વધુ જોરથી હસી પડી. તે જોઈ લેન્લિલ તેમની સામે જોઈને બોલ્યો, “ કંગાલ ગુલામડીઓ!” પછી નિકોલસ સામું જોઈ તેણે ઉમેર્યું, “ પણ તે બધી આજે તારું રક્ષણ હરિંગજ કરી શકવાની નથી !” આટલું કહી લેન્વિલે નાટકીય અદાથી બે વખત નિકોલસને પગથી માથા સુધી અને માથાથી પગ સુધી નિહાળ્યો, અને પછી અદબ વાળીને તે તેની સામે સ્થિર ઊભો રહ્યો; – નાટકમાં કોઈ જુલ્મી રાજા બંડખોર પ્રજાજન સામે તુચ્છકારથી જોઈને ઊભો રહે તેમ,—એવું સૂચવવા કે, ‘હે સિપાઈઓ, દૂર કરો, આ બદમાશને; અને તેને કિલ્લાના ભાંયરામાં ઝટ પૂરી દો; નહિ તો મારે કંઈક વધુ કડક શિક્ષા ફરમાવવી પડશે. ’
આમ છતાં નિકોલસે નમી પડવાની કે માફી માગવાની કશી જ તૈયારી ન બતાવી. એ જોઈ લેવૂિલની,− અને વધુ તો તમાશો જોવા આવેલા તેના સાથીદાર નટોની, – ધીરજનો છેડો આવી ગયો. તરત લેન્વિલ પોતાના હાથની બાંય ચડાવી, નિકોલસનું નાક આમળીને તેની જાહેર નાલેશી કરવા માટે આગળ ધસ્યો. નિકોલસે તેને નજીક આવવા દીધો, અને હાથવેંત આવતાં, જરા પણ અસ્વસ્થ થયા વિના, એક જ અડબોથે તેને જમીન ઉપર ગબડાવી દીધો.
લેન્જિલ જમીન ઉપરથી પાછો ઊભો થવા જાય તે પહેલાં તો મિસિસ લેન્વિલે નટીઓના ટોળામાંથી બહાર નીકળી, એક તીણી ચીસ નાખી, તેના શરીર ઉપર પડતું નાખ્યું.