________________
૧૭૮
નિકોલસ નિકબી એક બાજુ કેટને જેમ પેલા બે શરીફ બદમાશોની હલકટ છેડતીનો ત્રાસ વધતો ગયો, તેમ બીજી બાજુથી મિસિસ વિટીટ્ટર્લીના ડામ અને ચાબખા પણ માઝા મૂકવા લાગ્યા. અને એક વાર મિસિસ વિટીટ્ટર્વી છંછેડાય એટલે અભિજાતપણાનો બધો ઢોંગ છોડી દઈ, ઝેરી સાપણની જેમ જ ડંખ દેવા લાગે! અને એ ડંખ દેવાનો એક પ્રકાર ‘ઉશ્કેરાટ' દાખવી, બેભાન બનવાનો ખેલ પાડવાનો તો હોય જ. આથી કરીને મિ. વિટીટ્ટર્લી પણ કેટની સોબતમાં પોતાની ‘ગુણજ્ઞ’ પત્નીની તબિયત બાબત રહેલા જોખમ અંગે તરત સાવધાન થઈ ગયા.
કેટે હારીને છેવટે કાકા રાલ્ફ નિકલ્બીની મુલાકાત લીધી અને તેને સીધું મોં ઉપર જ સંભળાવી દીધું કે, તેમણે પોતાના સ્વાર્થ ખાતર, પોતાની સગી ભત્રીજીને આ નરાધમોના પંજામાં સોંપી દીધી છે.
રાલ્ફ પ્રથમ તો તેની વાતને હસી કાઢી અને જણાવ્યું કે, બીજી છોકરીઓ તો આવા માલદાર પ્રશંસકો મેળવીને પોતાની જાતને ભાગ્યશાળી બનેલી માને.
કેટે ઉશ્કેરાઈ જઈને હવે કહ્યું કે, “તે બદમાશો તમારા મિત્રો હશે કે નહિ હોય; પણ હવે તે લોકોનું માં હું જોવાની નથી; અને એ કારણે, તમારી આપેલી નોકરી માટે ખોવી પડશે, હાથપગે થઈ જવું પડશે કે મહેનત-મજૂરીનું કામ કરીને જીવવું પડશે, તો પણ મને વાંધો નથી.” એમ કહીને તે ચાલતી થઈ.
રાલ્ફ કેટને જતી જોઈ રહ્યો. તેને તરત જ વિચાર આવ્યો કે, “આ છોકરી પણ મારા ભાઈ જેવું જ તીખું મરિયું છે!”
દરમ્યાન, પાસેના ઓરડામાં ન્યૂમેન નૉગ્ન બાંયો ચડાવી, ઊંચો કૂદી કૂદી, હવામાં કોઈના મોં ઉપર જાણે જોરથી ઘા કરતો હતો – કદાચ રાલ્ફને જ કલ્પીને !