________________
અગ્નિપરીક્ષા
૧૭૭ થતાં પોતપોતાની બૉક્સમાં જવાનું થયું, ત્યારે પાઇક અને પ્લકે મિસિસ વિટીટ્ટર્લીને વાતમાં જકડી રાખી તે દરમ્યાન, મલબેરી અને વેરિસોટ અજાણમાં જ થઈ ગયું હોય તેમ, કેટને બહાર ધકેલી લાવ્યા અને પોતાની બૉકસમાં લઈ આવ્યા.
માતાએ કેટને વહાલથી બાથમાં લીધી, અને આ બે માનનીય સગૃહસ્થો કેવા ખાનદાન સ્વભાવના છે, તેની વાતો કરવા માંડી.
ખેલ પૂરો થયે, મિ. વિટટ્ટર્લીએ તો પોતાની ‘ગુણજ્ઞ’ પત્ની તરફથી આ બંને ઉમરાવોને પોતાના ગરીબખાનામાં પધારવા ખાસ ખાસ વિનંતી કરી, જે તેઓએ ઘણી ઘણી ખુશીથી સ્વીકારી.
પછી તો એ લોકોનો વિટીટ્ટર્લીને ત્યાં નિયમિત હુમલો જ શરૂ થયો. મિ. વિટીટ્ટર્લી તો પોતાની પત્ની પાસે આવા ઉમરાવ વર્ગના લોકો આવે જાય, તે માટે મરી ફીટવા તૈયાર હતો; અને મિસિસ વિટીટ્ટર્લી કેટ આગળ પોતાના આ બધા વધેલા ઉચ્ચ સંબંધોથી ફૂલીને ફાળકો થવા લાગી.
પેલાઓની યોજના એવી હતી કે, શરૂઆતમાં બધા મિસિસ વિટીકૃલને જરા આસમાને ચડાવે; પણ પછી પાઈક અને પ્લેક જ તેને બીજી બીજી વાતોમાં રોકી રાખે, તે દરમ્યાન મલબેરી અને રિસૉટ કેટની જ આસપાસ જામી જાય. જુદે જુદે ઠેકાણે સહેલગાહોએ અને મિજબાનીઓએ પણ વિટીટ્ટર્લી-દંપતી સાથે કેટને આમંત્રી, તેઓ આ પ્રકારની યુક્તિ લડાવવા લાગ્યા.
પંદર દિવસમાં તો તેઓએ આખર કરી નાખી. પરંતુ મિસિસ વિટીટ્ટર્લી છેક આંધળી ન હતી. તે ધીમે ધીમે જોઈ ગઈ કે, પોતાના કરતાં મિસ નિકલ્ટીનું જ આકર્ષણ પેલા લોકોને વધારે છે અને ખાસ કરીને સર મલબેરીને અને લૉર્ડ બૅરિસૉફૂટને. એટલે આપોઆપ કેટ તેને આંખના કણાની પેઠે ખેંચવા માંડી. પરિણામે,