________________
અગ્નિપરીક્ષા
૧૭૫ આ રંગમાં રાફ વચ્ચે કશું બોલી ભંગ પાડે તે પહેલાં તો છોકરીઓના પેલા બે શિકારીઓએ ઝટપટ તે ભલી બાનુનો એકેક હાથ પોતાની બગલોમાં પરોવી લીધો અને તેને લઈને ઝટપટ દાદરેથી ઊતરી પોતાની સુંદર ગાડીમાં બેસાડી દીધી.
મિસિસ નિકલ્દી પોતાની દીકરી માટે હવે બે પતિઓ અને બે મિલકતો જીતી લાવ્યાં હોય, અને હવે તે બેમાંથી જેને પસંદ કરવું હોય તેને કેટ પસંદ કરી લે, એ અદાથી આખે રસ્તે વાતો કરવા લાગ્યાં. અને છેવટે જ્યારે તે ઊતર્યા ત્યારે તેમણે પોતે તો કેટને માટે સર મલબેરીને પસંદ કરી જ લીધા હતા!.
૩૨ અગ્નિપરીક્ષા
મિસિસ નિકલ્ટીને લઈને મલબેરી તથા વૅરિસોટ રવાના થયા કે તરત રાલ્ફ પોતાના કમરામાં ભારે વિચારમાં પડી જઈ આંટા મારવા લાગ્યો. લૉર્ડ બૅરિસૉટ સાથેનો સંબંધ વધારવામાં તેને કલ્પનાતીત લાભ દેખાતો હતો. તે દ્વારા અત્યાર સુધીમાં જ બે હજાર પાઉંડ નફો તો તેણે છડી કાઢયો હતો. એટલે એ માણસને હાથ ઉપર રાખવો જોઈએ! અને કેટને આગળ ધરીએ, તો એ બબૂચક પૂરેપૂરો હાથમાં આવી જાય, એ પણ નક્કી ! પરંતુ અચાનક તેને કેટનું મોં યાદ આવ્યું, અને તે ભલી ભોળી છોકરીને આ વરુઓના પંજામાં ધરવામાં કંઈક ખોટું થાય છે, એવો વિચાર ઘડીભર તેને આવી ગયો. પરંતુ મિસિસ નિકલ્બીનું મોં અને વાતો યાદ આવતાં મનમાં તે બોલી ઊઠ્યો, “તેની સગી મા પણ જે પોતાના લાભ ખાતર છોકરીને હાથે કરીને હોમવા બેઠી છે, તો પછી મારે શું? પોતે જાતે જ ઘરનું ઠેકાણું તે શા માટે આપી બેઠી ! હવે એ છોકરીનું