________________
૧૬૧
નિકોલસનું નવું કામ પેલા બે જણે નિકોલસને એ બાબતની ફરિયાદ કરી અને કહ્યું, “ભાઈસાહેબ, આ વખતે તમારા નાટકમાં અમને છાજે એવો પાર્ટ આપવા મહેરબાની કરજો.” મિત્ર લેન્વિલે તો ઉમેર્યું કે, “મારી પત્ની પણ કોઈ સારા પાર્ટને અભાવે પાછળ પડી જાય છે. એનું તો કંઈ નહિ, પણ આ કંપનીમાં શિરસ્તો છે કે, સારો પાર્ટ ભજવનારને “બેનિફિટ-નાઈટ* આપવામાં આવે છે, અને તે ખેલની કમાણીમાંથી અમુક ટકા એને મળે છે. તમે જોશો કે, એવી બેનિફિટનાઈટ પણ મોટે ભાગે મિત્ર ક્રમલ્સ પોતાના જ કુટુંબનાં માણસોને માટે જ અનામત રાખે છે; એને પરિણામે સારાં નટ-નટીને પ્રશંસકો તરફથી જે ઉત્તેજન સહેજે મળે, તે પણ મળી શકતું નથી.”
નિકોલસે તે ભલા માણસને કહ્યું, “મેં પેલા ફ્રેંચ નાટક ઉપર કાલે રાતે નજર નાંખી જોઈ હતી. તેનો પ્લૉટ મજાનો છે. તમારે માટે મેં જે પાર્ટ વિચાર્યું છે તે એ જાતનો છે કે, તમે જાણે તમારાં પત્ની અને બાળકને ઘર બહાર કાઢી મૂકો છો, અને અદેખાઈની આગમાં સપડાઈ તમારા મોટા પુત્રને અભ્યાસના ઓરડામાં જ કટારથી ઠાર કરો છો.”
વાહ, વાહ! આ તો મજાનો પાર્ટ છે!” હવે ફોર બોલી ઊઠયો, “મારે માટે કંઈ મજાનું ગોઠવ્યું છે કે નહિ, મહેરબાન સાહેબ?”
તમારે વફાદાર અને નિષ્ઠાવાન નોકરનો ભાગ ભજવવાનો છે. તમને પણ પત્ની અને બાળક સાથે બહાર કાઢી મૂકવામાં આવે છે.”
પણ મારે માટે એક નાચ તો તમારે ગોઠવી આપવો જ પડશે. તમારે “બાલ-પ્રતિભાને માટે કોઈ ને કોઈ નાચ ગોઠવવો જ પડશે ને? તો પછી સાથે મારો ગોઠવી દેજો.”
* તે ખેલની આવક મુખ્યત્વે તેના ‘બેનિફિટ’–લાભમાં તેને આપી દેવાની.
નિ.-૧૧