________________
લગ્ન કે ગાળિયો?
૧૬૭ - “હું અત્યાર સુધી પરણ્યો નહિ, તેનું કારણ ખર્ચ વધી જાય,
એ જ હતું. બાકી મને પચાસ પચાસ સ્ત્રીઓ મળે તેમ હતી,” મિ૦ લિલીવીકે આંગળીઓના ટચાકા ફોડતાં કહ્યું.
| નિકોલસે એ વાક્યનો એટલો જ અર્થ ઘટાવ્યો કે, એ પચાસમાંથી એકે પાસેથી પાઈ પણ ભાઈસાહેબને મળે એમ નહોતું!
પણ આ મિસ પેટોકરની વાત જુદી છે, મિસ્ટર! એ તો સ્ત્રી-રત્ન છે–અરે રત્નોની ટાંકી છે!” “હું? રત્નોની ટાંકી ? તે શું માલદાર છે, સાહેબ?”
અરે, એ પોતે જ “માલ”રૂપ હોય, તો પછી તેની પોતાની પાસે માલ ન હોય તો પણ ચાલે ને, મારા સાહેબ? આવી બુદ્ધિશાળી બાઈ પોતે જ ટંકશાળ જેવી ગણાય, મારા મહેરબાન! હાઉસે ફૂલ! રોજની ટંકશાળ, મહેરબાન ! અને તેથી હું પોતે – ”
“તેમને મિસિસ લિલીવીક બનાવવા માગો છો, કેમ?”
“ના, ના, મહેરબાન; મિસિસ બનાવીને શું પછી ધૂળ ફાકવી છે? નટીને તો તેનું કુમારિકાનું નામ જ કાયમ રહે. હું તો માત્ર તેને પરમ દિવસે પરણવા માગું છું.”
“તમને અભિનંદન આપું છું, સાહેબ!”
“ધન્યવાદ, ધન્યવાદ! એનો પગાર હું જ લઈ લેવાનો; અને એક જણના ખાધાખર્ચમાં બે જણ તો નથી જ જાય ને!”
“એટલે કે, આ લગ્નથી ખર્ચ વધવાનો જરાય સંભવ નથી; માત્ર આવક વધવાનો જ સંભવ છે, કેમ?”
“તેથી તો હું તેને રત્નની ટાંકી કહું છું, મારા સાહેબ,” મિત્ર લિલીવીક હાથ સાથળ સાથે ઘસીને આનંદ વ્યક્ત કરતાં બોલ્યા.
પણ સાહેબ, લગ્ન જ કરવાનું છે, તો પછી તમે લોકો લંડન છોડી, અહીં ક્યાંથી દોડી આવ્યાં?”
વાત એમ છે કે, અમારે કુટુંબથી એ વાત છપાવવી જોઈએ
ને!”