________________
૧૫૮
નિકોલસ નિકબી મિત્ર ક્રમશે એ ઍકટરની ઓળખ નિકોલસને કરાવી: “મિ) ફોલેર.” ,
મિ ફોર અને નિકોલસે અરસપરસ ઓળખાણના સ્વીકાર તરીકે નમન કર્યું.
ક્રમલ્સ પોતાની ધણિયાણી સાથે કંઈક વાતે વળગ્યો તે દરમ્યાન ફોલેરે નિકોલસને ધીમેથી કહ્યું, “જોયું ને પેલું “હંબગ”?” “કયું હંબગ, ભલા મિત્ર ફોલેર?”
આ જેને તેઓ “બાલ-પ્રતિભા' કહે છે તે? અનાથાશ્રમની કોઈ પણ તકાયેલી છોકરી એનાથી વધુ સારું કામ આપી શકે. પણ આ તો મેનેજરને ત્યાં જન્મી, એટલે ‘પ્રતિભા' કહેવાય છે. ખરી રીતે આ કંપની આગળ આવતી નથી એનું કારણ જ આ છોકરી છે. એનો બાપ એને જ દરેક ખેલમાં આગળ લાવવા પ્રયત્ન કરે છે; અને એની અસર આવક ઉપર થાય છે, એ પણ નજરે દેખી શકતો નથી. બાકી, આ કંપનીમાં બીજા ઘણા ચમકતા અને ચમકી ઊઠે તેવા સિતારાઓ છે જ!”
હા, હા, જેમ કે તમે પોતે જ છો! મને તમારો અભિનય ઘણો સમજદાર લાગ્યો હતો, એ મારે કબૂલ કરવું જોઈએ,” નિકોલસે સહાનુભૂતિભર્યો જવાબ તેને આપ્યો.
ધીમે ધીમે બીજા “સિતારા આવવા લાગ્યા. તેમનો પરિચય મિ0 ક્રમશે નિકોલસને કરાવવા માંડ્યો. ત્યાર બાદ નટીઓનો વારો આવ્યો.
નટીઓમાંથી એક બુદ્ધિશાળી મોંવાળી અને સુંદર દેખાવની નટી મિસ સ્નેવેલીસીએ નિકોલસનું ખાસ ધ્યાન ખેંચ્યું. એમ કહીએ તો ચાલે કે, નિકોલસની આકૃતિએ સ્નેવેલીસીનું ધ્યાન ખેંચ્યું હતું. તે પાસે આવી નિકોલસને પૂછવા લાગી, “તમે કેન્ટરબરીમાં કોઈ વખત આ ‘લાઈન માં હતા? મને લાગે છે કે, મેં તમને ત્યાં જોયા હતા.”