________________
પાજી અને દોલો
૧૩૭ અરે, એ રાક્ષસની ઘરવાળીએ, હું જે સવારે ત્યાંથી ચાલ્યો આવ્યો, તે સવારે મારાં કપડાં પડયાં હતાં ત્યાં આવીને, એક નકામી વીંટી જાણીબૂજીને તેમાં નાખી હશે. હું કોઈ છોકરાની પંચાતમાં પડયો હતો તે વખતે એ ત્યાં આવી હતી, એટલું હું ચોક્કસ જાણું છું. પણ પછી રસ્તામાં મારાં કપડાં મેં ખોલ્યાં ત્યારે એ વીંટી મારી નજરે પડી કે તરત સામેથી આવતા ટપ્પાગાડીવાળા સાથે તે વીંટી મેં પાછી મોકલાવી દીધી છે, અને હવે તો તે તેને મળી પણ ગઈ હશે.”
હું માનતી જ હતી કે, આવું જ કાંઈક થયું હશે,” કેટે રાફ સામે જોઈને કહ્યું, “પણ ભાઈ, પેલો છોકરો તમે ભગાડી લાવ્યા છે એમ તેઓ કહે છે, એનું શું?”
જેને બિચારાને મેં ઘોર મારપીટમાંથી બચાવ્યો, એ જ એ કંગાળ છોકરો હજુ મારી સાથે જ છે.”
તું એ છોકરાને પાછો આપી દેવા માગે છે કે નહિ?” રાલ્ફ પૂછ્યું.
નહિ; હું એ કસાઈ માસ્તરના હાથમાં તેને કદી પાછો નહિ સવું. એ છોકરાનાં મા-બાપને શોધવા પ્રયત્ન કરીશ, અને તેમને જ તે છોકરો પાછો સોંપીશ.”
એમ? તો હવે મારી એક બે વાતો સાંભળવાનો તારો વિચાર છે કે કેમ?” રાલ્ફ કરડાકીથી પૂછ્યું.
તમારે જે બોલવું હોય તે બોલો; તમે જે કંઈ કહો કે ધમકી આપો, તેની સાથે મારે કંઈ પણ નિસબત નથી,” નિકોલસે પોતાની વહાલી બહેનને બાથમાં લઈને કહ્યું.
ભલે સાહેબ, તમારે નિસબત ન હોય, પણ બીજાને તો હશે જ; હું તમારાં માતુશ્રીને સંબોધીને બેએક શબ્દો કહીશ; એ તો દુનિયાદારી સમજે તેવાં શાણાં છે.”