________________
૧૪૨
નિકોલસ નિકલ્બી
મિ૦ મૅન્ટેલિનીના હાથમાં વીંટળાઈને હસતી હસતી નાસ્તો કરવા માટે ઉપર ચાલી ગઈ.
૨
કેટ હવે ગુપચુપ પોતાને કામે લાગી, એટલામાં એ ઓરડામાં એક વિચિત્ર દેખાવનો અને વિચિત્ર અવાજવાળો માણસ દાખલ થયો અને પૂછવા લાગ્યો –
“ખપડાં બણાવનાર કારખાણુ આ જ હશે ? ”
66
હા જી; આપને શું કામ છે?”
પેલાએ જવાબ આપ્યા વિના બીજા તેથી પણ ભૂંડા દેખાવના માણસને અંદર બોલાવ્યો.
કેટને પહેલપ્રથમ એમ જ લાગ્યું કે, આ લોકો ધોળા દિવસના ધાડપાડુઓ જ છે. એટલે તે બારણા તરફ દોડી જતી હતી, તેટલામાં પેલાએ તેને થોભાવીને પૂછ્યું–
""
“મિષ્ઠર મંઠેલિણી ઘરમાં જ છે ણે? બોલાવાં જાઉં.
કેટે મૅડમને બોલાવવા માટેના ઘંટની દોરી ખેંચી. દરમ્યાન પેલાઓ દરેક ચીજને જોવા લાગ્યા તથા તેની કિંમત ચર્ચવા લાગ્યા.
એટલામાં મૅડમ અંદર આવી, અને પેલાઓને દરેક ચીજ હાથમાં લઈ, તેની કિંમત ગણીને નોંધતા જોઈ ચીસ પાડી ઊઠી. તેને જોઈ પેલાએ તરત પોતાના ખીસામાંથી એક હુકમ બહાર કાઢયો અને મૅડમને બતાવીને કહ્યું, ‘આ બધા માલની નોંધણી કરવાની છે, અને એ કશાને તમો લોકોએ હવે હાથ અડકાડવાનો નથી.’
મૅડમ મૅન્ટેલિની સમજી ગઈ. આ લોકો લેણદારો તરફથી બધા માલની જપ્તી કરવા આવેલા સરકારી માણસો હતા. તે તરત બેભાન બની એક ખુરશીમાં ગબડી પડી. કેટ બિચારી હાંફળી હાંફળી તેની સારવારમાં લાગી. પેલાઓ તો, આવા દેખાવોથી રોજના ટેવાયેલા હોય તેમ, તે તરફ નજર પણ કર્યા વિના પોતાનું કામ કરવા
લાગ્યા.