________________
નવો દિવસ!
૮૫ “હૈ!” સ્કવીયર્સ પાછો વળી તાડૂક્યો. “કોણ બોલ્યું એ?”
ટૉસ્કિન્સ, સાહેબ!” કેટલાય અવાજો એકસામટા બોલી ઊઠયા. તરત મિ0 સ્કવીયર્સ છોકરાઓના ટોળા વચ્ચે કૂદી પડ્યા અને તેમાંથી એક નાનકડા છોકરાને બીકે તરફડતો બહાર ખેંચી લાવ્યા, અને એક ઝટકે તેના શરીર ઉપરનું કપડું ખેંચી કાઢી, બાંય ચડાવી પોતાના હાથની સોટી ઊંચી કરીને તેમણે પૂછયું, “આ સંસ્થામાંથી કોઈ છોકરો નાસી જાય, એમ કહેવાની તારી હિંમત છે, એમ?”
અને સ્કવીયર્સે તેને સોટી વડે ઝૂડી નાખ્યો.
ચારે તરફ ભય અને ત્રાસનો સન્નાટો છવાઈ રહ્યો. નિકોલસના મોં ઉપર તિરસ્કાર અને અણગમાનો ભાવ આવી ગયો.
તમે પણ નિકલ્બી, એમ માનતા હશો કે, તે નાસી ગયો છે, કેમ?” સ્કવીયર્સે શિકારીની નજરે તેની સામે જોઈ પૂછ્યું.
સાહેબ, મને એ વાત તદ્દન શક્ય લાગે છે,” નિકોલસે ઠંડે પેટે જવાબ આપ્યો.
તો તો તે તમને વાત કરીને નાસી ગયો હશે, નહિ?” “તે મને કહીને ન ગયો એ બહુ સારું થયું, નહિ તો મારે તમને સમયસર ચેતવી દેવા પડ્યા હોત.” “અને તો તમને બહુ ભારે દુઃખ થાત, ખરું ને?”
ખરે જ, સાહેબ, તમે મારા મનના ભાવો, મારા કહ્યા વિના જ, બહુ સારી રીતે પામી જાઓ છો!”
મિસિસ સ્કવીયર્સ હવે આ સંવાદમાં વચ્ચે કૂદી પડ્યાં. તેમણે કહ્યું, “તમે આના જેવા અભિમાની ને પેટભરા મહેતાજી ગમે ત્યાંથી પકડી લાવો; પછી તેઓ છોકરાંઓને હુલ્લડખોર બનાવી મૂકે નહિ તો બીજું શું કરે? અલ્યા એ જુવાન, તું આ બધાં છોકરાંને લઈ વર્ગના ઓરડામાં ચાલ્યો જા; અને ખબરદાર ત્યાંથી પરવાનગી વિના ખસ્યો તો; નહિ તો મારા જેવી કોઈ ભૂંડી નથી ! તારો રળિયામણો