________________
પાજીનું નિમંત્રણ
૧૨૫ કાંઈક ખાટી જાય. અહા, શી આફત! માર ડાલા!” લૉર્ડ રંગમાં આવી બેલી કાઢ્યું.
અલ્યા નિકલ્બી, લૉર્ડ પોતે જ કહે છે, એટલે વીસ કે પચીસ ટકા જે ઠરાવ્યા હોય, તેમાં એટલું વધારી જ લેજે, અને આ ગોઠવી આપવા બદલ મારો અર્ધો ભાગ એમાં ગણજે,” સર મલબેરીએ ઉમેર્યું.
આટલું કહી સર મલબેરી હૉક મોટેથી હસી પડયા; અને એમના ટેકામાં એમનો પહેલો પોઠિયો પાઈક તેમના કરતાં વધુ જોરથી હસ્યો, અને પછી બીજો પોઠિયો પ્લેક તે વળી વધુ જોરથી!
પણ એટલામાં ભોજનનું તેડું આવ્યું, એટલે સૌ નીચે જવા ઊભા થયા. લોર્ડ વેરિસૉફટ કેટને પોતાને હાથે દોરી લઈ જવા જાય, એટલામાં તો સર મલબેરીએ આગળ ધસી જઈ પોતાના હાથમાં કેટનો હાથ કોણી સુધી ભરાવી દીધો.
ભોજન વખતે પણ સર મલબેરી કેટની બાજુમાં જ ગોઠવાઈ ગયા. અલબત્ત, લૉર્ડ વેરિસૉફટ તેની બીજી બાજએ હતા, અને તેમણે તરત રાલ્ફને ફરિયાદ પણ કરી કે, “જો નિકલ્ટી, આ બદમાશ હૉક તારી ભત્રીજીને આખી ને આખી બોટી લેવા માગે છે.”
“લૉર્ડ, તમે જે જે ચીજો ઉપર હકદાવો કરો છો, તે બધી જ તે પડાવી જાય છે ને? એમાં નવું શું છે?” રાલ્ફ મર્મમાં કહ્યું.
“મને તો ઘણી વાર મન થઈ જાય છે કે, શિલિંગ લઈને તેનો છેડો કાપી નાખું.” જુવાન ઉમરાવ મજાકમાં બોલ્યો.
અરે ભાઈ, તારી પાસે છેક છેલ્લો શિલિંગ બાકી રહેશે, ત્યારે હું જ તને છેડો કાપી આપીશ; પણ ત્યાં સુધી તો હું તને ચોંટયો જ છું, એ જાણી રાખજે,” સર મલબેરીએ વળતું સંભળાવ્યું.