________________
૧૩૪
નિકોલસ નિકલ્ટી નિર્દોષતાની વાત તેની આગળ મૂકી શકું, અને તેણે મારા પ્રત્યે દાખવેલી દગાબાજી અને દુષ્ટતાની વાત તેને ગળે ઉતારી શકું.”
એ જુદી વાત થઈ; અને ઈશ્વર મને એવું બોલવા માટે ક્ષમા કરે છે, તેને ગળે ઉતારવાની તમારી વાતથી તેનું ગળું રંધાઈ જાય તોપણ હું તેના દુ:ખે મારી આંખો જરાય રાતી નહિ કરું.”
“આજે સવારે હું તેને મળવા જ ગયો હતો, પણ તે બહાર નીકળી ગયો હતો. તેની હિલચાલથી પરિચિત એવા મારા એક મિત્રે મને ખબર આપ્યા કે, તે મારાં બા અને બહેનને જ મળવા ગયો છે, જેથી તે મારી વિરુદ્ધ ઊંધીચતી વાતો તેમને ઠસાવી શકે. મારી તમારી પાસે એટલી જ માગણી છે કે, હું યૉર્કશાયરથી પાછો આવી ગયો છું, એટલી ખબર તમે મારાં બા-બહેનને આપી આવો, જેથી પાએક કલાક બાદ હું તેમની નજરે પડું ત્યારે તેઓ ચોંકી ન ઊઠે.”
મિસ લા ક્રીવી ઝટપટ નાસ્તોપાણી પૂરાં કરી, નિકોલસની સાથે બહાર નીકળી. પોતાનાં મા-બહેન રહેતાં હતાં તે મકાન પાસે આવ્યું એટલે “હું મંદિર મિનિટ બાદ અંદર આવીશ” એમ કહી નિકોલસ તેનાથી છૂટો પડ્યો.
મિસ લા ક્રીવી ઘરમાં ગઈ તે ઘડીએ રાફ ત્યાં જ હાજર હતો; અને નિકોલસનાં માને અને બહેનને વીયર્સના કાગળની વાત કરતો હતો: પોતે કરેલી ભલામણનો નિકોલસે કેવો ખરાબ જવાબ વાળ્યો, એનું કાળું ચિત્ર તે દોરતો હતો –“મારપીટ, ખૂન, લૂંટ, ચોરી, ડકાટી, નિશાળનો છોકરો ઉપાડી જવો – વગેરે શું શું તેણે નથી કર્યું, એ જ મને નથી સમજાતું. મારા મનમાં કે, છોકરો થોડાં વર્ષમાં ત્યાં ઠેકાણે પડી જશે અને આગળ આવશે, ત્યારે તેણે તો સીધા જેલખાના તરફ ઊપડી જવાની જ તૈયારીઓ કરી લીધી! હવે તે જાણે અને તમે જાણો; મારે કશી લેવાદેવા નહિ.”