________________
પાજીનું નિમંત્રણ
૧૨૭
(c
મારે ખાતર પણ થોડીક તકલીફ લો તો મિસ નિબ્બી,”
લૉર્ડ ફૂડરિક થોડી વાર બાદ બોલ્યો.
“અરે, મિસ નિકલ્બી અને હું તો મળી ગયેલાં છીએ; તું જાણતો નથી? એ તો મારા ટેકામાં જ છે,” મલબેરી બોલ્યો. ‘આઠ મિનિટ ! ”
66
..
પૈસા તૈયાર કરો, ” સર મલબેરીએ કહ્યું.
66
હા! હા! હા ! ” પાઇકે ખડખડાટ હસી દીધું.
હહા-હા-હા હતા-હા-હા” પ્લેક વધુ જોરથી હસ્યો. બિચારી કેટની દશા દયાજનક થઈ ગઈ હતી. પણ મલબેરીની વાત માની લીધા જેવું કરવું પણ અશકય હતું. તેથી તેણે ઝટ મલબેરી સામે વેદના અને તિરસ્કાર ભરી નજર કરીને ઊંચું જોયું અને પછી એક શબ્દ બોલ્યા વિના તે તરત બહાર નીકળી ઉપર ચાલી ગઈ. મહાપરાણે રોકી રાખેલાં આંસુ હવે એકદમ બહાર ધસી આવ્યાં, અને તે ઢગલા થઈ બેસી પડી. એક હજૂરિયણે તેને આવીને કહ્યું કે, એ સદ્ગુહસ્થો કૉફી પણ નીચે ભોજન-ટેબલ ઉપર જ લેવાના છે; પણ તમારા કાકા કહાવે છે કે, ઘેર જતા પહેલાં તેમને મળીને જજો. આમ રોકાવાનું થતાં કેટ મનને સ્વસ્થ કરવા એકાદ ચોપડી હાથમાં લઈને વાંચવા લાગી.
૩
66
ભોજનના ઓરડામાં દારૂની પ્યાલીઓ ઊપડવા લાગી, તેમ તેમ હસાહસ અને બરાડા પાડવાનો અવાજ વધવા લાગ્યો. વચ્ચે વચ્ચે દાદર ઉપર કોઈ ચડતું હોય એવો અવાજ આવતો, ત્યારે કેટ ગભરાઈ ઊઠતી કે, પાર્ટીમાંથી છૂટું પડીને કોઈ ઉપર તો નથી આવતું! પણ એવું કાંઈ બન્યું નહિ, અને પછી તો ચોપડીમાં જ તેને એવો રસ પડી ગયો કે, તેને સમય તથા સ્થળનો કશો ખ્યાલ રહ્યો નહિ. તેવામાં અચાનક તેના કાન પાસે જ એક પુરુષનો અવાજ આવ્યો. તેણે તેને નામ દઈને બોલાવી હતી.