________________
મિ૦ નૉઝના પરોણા
૧૦૩ *ના, ના, પહેલાં તમારા કાકા આવે તેમને જ મળજો. તેમની આગળ જે કહી દેવું હોય તે કહી દેજો. તમારાં મા-બહેનને તમે "સંતલસમાં લીધાં છે એવો દેખાવ પણ થવા દેવાની જરૂર નથી, એવી મારી સલાહ છે.”
ઠીક ભાઈ, તમે મારા હિતેચ્છુ છો, એટલે તમારી વાત જ હું માનીને ચાલું છું.”
આ દરમ્યાન નીચેના ઓરડામાં ભારે ધમાલ મચી ગઈ હતી. મિ0 લિલીવીક, સરકારી પાણી-વેરાના ઉઘરાતદાર, તેમના હાથમાંથી,
અરે હોઠ પાસેથી ન્યૂમેન જેવો માણસ પંચનું ટૅબ્લર બોલ્યા ચાલ્યા વિના પડાવી ગયો, એથી તેમનું અભિમાન ખૂબ ઘવાયું હતું, અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં એ બાબતનો અણગમો જાહેર કરી, ઘેર તરત પાછા ચાલ્યા જવા ઇચ્છા બતાવી હતી.
મિ0 ક્વિઝે તેમને શાંત કરવા સમજાવતા હોય તેમ જણાવ્યું કે, “મિ૦ ન્યૂમેન એ પંચ” કોઈ કારણસર જ લઈ ગયા હશે; કદાચ તેમને વધારેની જરૂર છે કે નહિ, એ જ આપણે પુછાવવું જોઈએ. તમે કાકાજી આમ એક પંચના પ્યાલા માટે મિજાજ ગુમાવી બેસો, એ ઠીક ન કહેવાય.”
બસ, મિ. કૅડ્ઝિ આટલું બોલ્યા ને બોલ્યા, તેવામાં તો કાકાજી મિ0 લિલીવીકે ગુસ્સાથી ત્રાડ નાંખી, “આ ઘરમાં મારે એક મિનિટ નથી થોભવું; અહીં કોઈ સગૃહસ્થનું સન્માન જરાય જળવાય તેમ લાગતું નથી. અને હું મિજાજ ગુમાવું છું, એવા બોલ મારે મોઢા ઉપર જ સાંભળવાના? હે? અને તે પણ નિમંત્રણથી ઘેર બોલાવીને? હું તો આ ચાલ્યો ઘેર. મારે આ ઘર સાથે...”
બસ, તરત મિસિસ કૅન્ડિઝ બેભાન થઈ જવાની અણી ઉપર આવીને ગબડી પડ્યાં. સ્ત્રીઓ પોકાર કરી ઊઠી. મિ૦ કૅન્વિઝ બિચારો મિત્ર લિલીવીકને મનાવવા ઘૂંટણિયે પડયો. મિસ પેટૉકર પણ પૉતાના બધા અભિનયો સહિત મિ૦ લિલીવીકને મનાવવા લાગી.