________________
૧૨૦
નિકોલસ નિકબી તેણે તેમને ચુંબન કર્યું. મૅડમ ઑન્ટેલિની અને પેલીની સાથે આવેલી - તેની બહેન વિવેકપૂર્વક આડું જોઈ ગયાં.
પણ મિસ નંગ તો ઇરાદાપૂર્વક એ રમત જોવા કંઈક બહાનું કાઢી એ અરીસાની પાછળ જ પહોંચી ગઈ હતી.
પેલી જુવાન બાનુએ મિસ નંગને જોઈ તરત હોઠ લાંબા કર્યા અને બહાર આવી સોફા ઉપર બેસતાં બેસતાં મેડમને કહ્યું, “મેડમ મૅન્ટેલિની, ગઈ કાલે અહીં હતી તે પેલી ફૂટડી છોકરી ક્યાં છે? મને આવી બુટ્ટી ઠચરીઓ પોશાક પહેરાવવા સામે આવે એ હરગિજ પસંદ નથી. હું અહીં આવું ત્યારે તમારે તે છોકરીને જ હાજર રાખવી.”
મેડમે તરત જ મિસ નંગને કહ્યું, “મિસ નંગ, તમે જઈને મિસ નિકલ્બીને મોકલો; તમારે પાછા આવવાની જરૂર નથી.”
મિસ નંગ કાળી ઠણક પડી ગઈ. તે તરત જ બહાર ચાલી ગઈ અને કેટ ત્યાં આવી પહોંચી. પણ થોડી વારમાં, પેલા બુઢ્ઢા લૉર્ડને કેટને તાકીને જોતા જોઈ, પેલી જુવાન બાનું બોલી ઊઠી,
લૉર્ડ, તમે તમારી ખોટી નજર આ છોકરી ઉપર શા માટે નાંખી રહ્યા છો?”
ના, ના, એવું બોલવું નહિ; એ તો બધી જૂની વાતો! હું તો હવે પરણીને નવું જ જીવન જીવવા માગું છું! પહેલાં એવું હતું ખરું, પણ હવે તો નવું જ જીવન શરૂ કરવાનું છે.”
આટલું બોલતાં બોલતાંમાં તો લૉર્ડ એકદમ ખોંખાં કરતા ખાંસવા માંડયા. અને એ ખાંસી જરા શમતાં મહા પરાણે એટલું બોલ્યા કે, “અલબત્ત, આ છોકરી આ ધંધા માટે વધારે પડતી ફૂટડી છે, એટલે...”
“તો શું, લૉર્ડ, આપ આ ધંધામાં ફૂટડા દેખાવું એ બાબતને ઊણપરૂપ તો નથી માનતા ને?” મૅડમ મેન્ટેલિનીએ પૂછયું.
“ના રે ના, નહિ તો તમે જ આ ધંધામાં શાનાં હોત?”