________________
૧૧૨
નિકોલસ નિકી માણસનો કે કુટુંબનો કહી શકાય. પણ મગજનું સર્જન તો ઈશ્વરદત્ત બુદ્ધિનું સર્જન હોઈ ઈશ્વરનું જ કહેવાય. અને તે તો સૌ મનુષ્યોને હવા-પાણીની પેઠે મફત જ મળવું જોઈએ. સમજ્યા? અને એમ, જે જે બાબતોમાં આપણાં હિતોને નુક્સાન ન થતું હોય, તેવી બધી બાબતોમાં આપણે લોકોના પક્ષમાં છીએ, એવું જાહેર કરી શકાય, તેવી દલીલો ભેગી કર્યા કરવી. ઠીક, ઠીક, પણ તમારા પગારની બાબતમાં શું? હું એ બાબતમાં કોઈને કશું કહેવાનું રહેવા દેતો નથી. જુઓ, હું તમને અઠવાડિયે પંદર શિલિંગ પગાર આપીશ; બોલો કબૂલ છે?”
એ કંઈ બહુ મોટી રકમ ન કહેવાય, સાહેબ,” નિકોલસ ધીમેથી બોલ્યો.
પંદર શિલિંગ એ મોટી રકમ નથી, એમ? જુવાનિયા, તું શું એમ કહે છે કે, પંદર શિલિંગ અઠવાડિયે એ –”
સાહેબ, મારી તકરાર એ રકમ સામે છે, એમ મહેરબાની કરીને ન માની લેતા. હું જે સ્થિતિમાં છું તે સ્થિતિમાં તો મારે માટે એ બહુ મોટી રકમ છે, એ મારે શરમ રાખ્યા વિના કબૂલ કરવું જોઈએ; પણ જે કામની અપેક્ષા રાખવામાં આવે છે, તે તરફ જોતાં, એ રકમ છેક જ નાની ગણાય; અને એ કામનો બોજો મને એટલો મોટો લાગે છે કે, મારી તો એ સ્વીકારવાની હિંમત જ ચાલતી નથી.”
“તો તમારે આ જગા સ્વીકારવી નથી, એમ ને?” “હાજી, મારે એમ કહ્યા વિના છૂટકો નથી.” મેંટ્યૂઝ, ભાઈને બારણું બનાવ.” ! “સલામ સાહેબ,” નિકોલસે કહ્યું. બારણું બતાવ, મેયૂઝ!”