________________
કેટ નિકલ્ટીનું કામ
૧૧૭ ખબર કેમ ન આપી? અહા!” મિ. મેન્ટેલિની અંદર આવી તરત કેટ સામું જ ધારી ધારીને જોતા બોલવા લાગ્યા.
“મૅન્ટેલિની, તમે પાછું ભાન ભૂલ્યા કે?” મૅડમ બોલી ઊઠી.
“અરે, હું ભૂલું? મારા પ્રાણ, મારા જીવન, કદી નહિ, કદી નહિ!” એમ કહી મૅન્ટેલિનીએ પોતાની પત્નીનો હાથ ચૂમ્યો, પણ બાજુએ જોઈ કેટ તરફ હસતાં હસતાં આંખના મિચકારા કરી લીધા.
મેડમે પોતાના ગલ્લામાંથી થોડા કાગળો લઈ, મેન્ટેલિનીને આપ્યા. પછી તેણે કેટને પોતાની પાછળ નીચે આવવાનું કહ્યું. મિ. કૅટે લિનીએ ખોંખારા-ઇશારા કરી, બહાર જતી કેટનું ધ્યાન ખેંચવા ખૂબ ચાળા કરી જોયા, અને પછી પગ આકાશ તરફ ઊંચા કરી સોફા ઉપર લાંબા થયા.
૨૨
કેટ નિકબીનું કામ
નીચે જ્યાં અનેક જુવાન છોકરીઓ પોશાક તૈયાર કરવાના કામે બેઠેલી હતી તે ઓરડામાં મૅડમ મૅન્ટેલિનીએ દાખલ થઈ ‘મિસ નંગ' કહીને બૂમ પાડી. તરત વધારેપડતાં કપડાં પહેરેલી એક આધેડ અને મુકાદમ જેવી બાઈ સામે આવી. બધી છોકરીઓ નવી આવેલી કેટનાં કપડાં અને ચહેરા તરફ જોઈ છાની છાની આંખ મારવા લાગી.
મૅડમ મેન્ટેલિનીએ કહ્યું, “મિસ નંગ, આ પેલી જુવાન છોકરી છે, જેને વિષે મેં અગાઉ તમને વાત કહી હતી, તે આજથી આપણા ખાતામાં જોડાય છે. શરૂઆતમાં તેને તૈયાર થયેલાં કપડાં ઘરાકને પહેરાવી જોવાના કામમાં રાખજો; તે દેખાવે જરા ફૂટડી છે, એટલે એ કામમાં – ”