________________
મિ૦ નૉઝનું ઘર
૯૯ • મિ૦ કૅન્ડિઝે પછી ઊભા થઈ, આઠ આઠ વર્ષ થયાં મિસિસ કેન્વિગ્સ સાથે જોડાયા બાદ, પોતે જે સ્વર્ગીય સુખ અને શાંતિ પ્રાપ્ત કર્યા છે, તે બદલ ઈશ્વરનો આભાર માન્યો, તથા મિ૦ લિલીવીકને હાથ મિલાવી કહ્યું, “મેં આપનાં ભત્રીજી સાથે બહુ સુખી જીવન ગાળ્યું છે.”
મિ૦ લિલીવીકે કહ્યું, “અમારા ઊંચા ખાનદાન કુટુંબની છોકરી તમને મળવા બાબત પ્રથમ તો અમારા કુટુંબમાં સખત વિરોધ મચ્યો હતો. પણ લગ્ન બાદ, મેં અમારા કુટુંબનાં સૌને સમજાવ્યું કે, હવે આપણે કેન્વિટ્ઝને આપણા લક્ષમાં લેવો જોઈએ, અને તમને અમારા કુટુંબે લક્ષમાં લેવા માંડ્યા છે. અને મારે ખુલ્લા દિલે કહેવું જોઈએ કે, મારી એ ભલામણને ઝાંખપ લગાડે એવું તમે કશું જ કર્યું નથી. મિ. કૅન્વિચ્છ, તમને તે બદલ ધન્યવાદ આપું છું.”
મિ૦ કૅન્ડિઝને પોતાનું કુટુંબ ઊતરતું હોવાની જાહેરાત પણ જરાય કઠી નહિ; કારણ કે, પોતાને કેવા ઊંચા કુળની પત્ની મળી છે તેની જાહેરાત થઈ, તેનો જ તેમને પરમ આનંદ હતો!
મિ૦ નોઝ હવે “પંચ”– પીણું તૈયાર કરવા લાગ્યા, જેથી સૌ તે પીને આ દિવસનું સુખદ પુનરાગમન વાંછી શકે. દરમ્યાન, આગળની ગોઠવણ મુજબ, મૉલિનાએ ધૂળધમાં કંઈ નાચ જેવું કરી બતાવ્યું અને પછી સૌના અને છેવટે મિ૦ લિલીવીકના ખાસ દબાણથી મિસ પેટૉકરે “લોહી-તરસ્યા” નામના જાણીતા નાટકનો એક પાઠ પૂરા અભિનય સહિત ભજવી બતાવ્યો; જોકે, તે પાઠ દફનવિધિ વખતનો હતો. પરંતુ સૌ કોઈ એ મફત લાભ મળવા બદલ ખુશ . જ હતું.
આ બધું પૂરું થયું અને મિ૦ ન્યૂમેન નૉગ્ન પંચ” પણ તૈયાર થયું હોવાની જાહેરાત કરે, એટલામાં તો ઉપરથી મિત્ર કાઉલ દોડતા