________________
- મિત્ર નૉર્ડ્ઝનું ઘર મિ. કૅન્વિગ્ઝનો ઓળખીતો હતો, તેને બોલાવવામાં આવ્યો હતો. પછી એક તાજું જ પરણેલું જોડું –જેની બધી સંવનનક્રિયા મિ0 અને મિસિસ કૅન્વિટ્ઝની દેખરેખ નીચે થઈ હતી, તે હતું. પછી મિસિસ કૅન્વિચ્છની એક જુવાન સુંદર બહેન, અને તેની સમતુલામાં એકબીજો જવાન, જેની તે યુવતી ઉપર કેટલાક વખતથી નજર હતી એ; પછી મિ૦ નૉઝ, જે એક વખત સગૃહસ્થ હતો અને હવે ગમે તે ફેરાફાંટા ખાઈ શકે તેમ હતો તે; પછી પાછળની બાજુ રહેતી એક જાડી બાઈ; અને તેની વિરોધી સમતુલામાં એક યુવતી – મિસ પેટોકર, જે નાટયશાળાના આગ ઓલવનાર બ્રિગેડિયરની પુત્રી હોઈ, કોઈ કોઈ વાર નાટકચેટક સારું કરી જાણતી, તેને બોલાવવામાં આવી હતી. આ આખી પાર્ટીમાં મિસિસ કૅન્ડિઝના પાણીવેરાના ઉઘરાતદાર કાકા મિ0 લિલીવીક જેટલી જ અગત્ય તેને પણ, તેના એ સારા સંબંધને લીધે, આપવામાં આવી હતી.
બધાં વેળાસર ભેગાં થયાં, પણ કાકા લિલીવીક હજુ ન આવ્યા. મિ0 કેન્વિઝે પત્તાંની રમત શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, પણ મિસિસ કેન્વિઝે પોતાના કાકા વિના મિજબાનીનું એક પણ અંગ શરૂ કરવા દેવાની ઘસીને ના પાડી. અને પાસે બેઠેલી એક પરિણીત બાઈને સંભળાવીને કહ્યું, “માટીડાઓને તો કંઈ નહિ, પણ મારે તો એ કાકાના વારસા ઉપર જ મારાં બધાં છોકરાંના ભવિષ્યનો આધાર છે!”
એટલે પછી મિ૦ કૅન્ડિઝે એ ભૂલના પ્રાયશ્ચિત્ત તરીકે મિત્ર લિલીવીકની વ્યક્તિ તરીકેની શ્રેષ્ઠતાનાં વખાણ આરંભ્યાં. તે અંગે એક જુવાને જરા મજાકમાં ટકોર કરી; જેનો મિત્ર કૅન્ડિઝે સખત શબ્દોમાં રદિયો આપ્યો અને જણાવ્યું કે, “મારા ઘરના છાપરા હેઠળ હું મિ૦ લિલીવકની મશ્કરી કોઈ પણ સંજોગોમાં ચાલવા દઈ શકીશ નહીં.” નિ–૭