________________
૯૬
નિકોલસ નિકલ્ટી
મિ૦ કૅન્વિચ્છ હાથીદાંતની સરાણ ચલાવનારો નાનોશો ધંધેદારી માણસ હતો, પરંતુ આ મકાનમાં તે કંઈક પ્રતિષ્ઠિત માણસ ગણાતો હતો; કારણ કે આખો પહેલો મજલો – અર્થાત્ બે ઓરડા તેણે જ આગવા ભાડે રાખ્યા હતા, અને તેની પત્ની મિસિસ કૅવિચ્છ પણ રીતભાતમાં અને અતડાપણામાં મોટી ઉમરાવજાદી હોય તેમ વર્તતી. તેને પોતાના કુટુંબનું બહુ અભિમાન હતું; કારણ કે તેના કાકા પાણી-વેરાના ઉઘરાતદાર- સરકારી અમલદાર- હતા; તેની બે મોટી દીકરીઓ અઠવાડિયે બે વખત પાસેની નૃત્યશાળામાં તાલીમ લેવા જતી અને તેમના વાળ સુંદર ભૂરી રિબનો વડે ‘પિગટેઈલ'ની રીતે બાંધવામાં આવતા. આ બધાં કારણે, આજુબાજુનાં કેટલાંક મકાનો સુધી મિસિસ કૅન્ડિઝ ઓળખાણ રાખવા લાયક બાનુ મનાતાં.
ઇંગ્લેંડના કાયદેસર પ્રસ્થાપિત થયેલા દેવળે મિ0 કૅન્ડિઝને મિસિસ કૅનવિઝની ભેટ જે દિવસે આપી હતી, તેની આજે વાર્ષિક તિથિ હતી. આઠ આઠ વરસ થયાં અને પાંચ પાંચ છોકરાં થયા છતાં, એ દિવસ આ લોકો હજુ પૂરી ધામધૂમથી ઊજવતાં હતાં.
મિસિસ કેન્વિઝનો બહારનો ઠાઠ અને દેખાવ તો જાણે એવો હતો કે, તેમના ઘરમાં એક રસોઇયણ તથા કામકાજ કરનારી એકાદ બાઈ તો હશે જ. પરંતુ તેવું કશું હતું નહિ. આ બધી તૈયારી અને પેરવી કરવામાં તેમને ખાસી તાકાત અને અક્કલ બેઉ વાનાં ખર્ચવાં પડ્યાં હતાં. નિમંત્રણો પણ એ રીતે જ પાઠવવામાં આવ્યાં હતાં. એક દરજણ – જેણે મિસિસ કૅન્ડિઝનો પોશાક સીવી આપ્યો હતો, તેને નિમંત્રણ હતું; કારણ કે, તેના ઓરડામાં જ મિસિસ કૅન્ડિઝના નાના પુત્રને પાંચમાં જે એકલો જ દીકરો હતો તેને સુવાડવાનો હતો; અને તેને સાચવવા સાથે બેસવા એક નાની છોકરીને પૈસા આપવાના કરી આજના દિવસ પૂરતી નક્કી કરી લીધી હતી. પછી એ જુવાન દરજણ સામે સમતોલપણું સાધવા એક વાંઢો જુવાન, જે