________________
લંડનને માર્ગે
. “હા, ભાઈ, આપણે ભેગા થયા તે સારું થયું, કારણ કે, મારે તમને એક ખુલાસો કરવો હતો. આપણે છેવટના મળ્યા હતા ત્યારે વિચિત્ર રીતે આપણી વચ્ચે કંઈક ગેરસમજ ઊભી થઈ હતી. પણ મારો તેવો કશો ઇરાદો હતો જ નહિ; અને હું કંઈક સમજું તે પહેલાં મારાથી અમુક અજુગતો વર્તાવ થઈ ગયો હતો, જેથી તમને ખોટું લાગ્યું હતું. પરંતુ એ બધું કશા કારણ વિના અજાણમાં જ બની ગયું હતું, અને તે બદલ હું તમારી માફી માગું છું. એટલે મને ક્ષમા કરી, મિત્રતાની નિશાની તરીકે, તમારો હાથ મને મારા હાથમાં મિલાવવા દેશો, તો મને ખરેખર બહુ આનંદ થશે.”
“જરૂર, જરૂર, ભાઈલા, તારી સાથે હું પણ રાજીખુશીથી હાથ મિલાવવા તૈયાર છું. પેલી મારી અંદરાયેલી પણ જરા તોફાની જાતની છે, તથા મને પજવવામાં તેને રમૂજ પડે છે. એ તો બધું તેણે મને પછી સમજાવી દીધું અને અમે હવે થોડા દિવસમાં જ પરણી પણ જવાનાં છીએ. પણ હું ભાઈ, તારા મોંએ આ શું થયું છે? આખું ને આખું ફાડી નાંખ્યું છે ને કંઈ !”
એ તો મને કોઈએ ફટકો માર્યો છે, તેનું સોળ છે, પણ મેં વ્યાજ સાથે તે ફટકો તેને ચૂકતે કરી દીધો છે.”
“ચૂકતે કરી દીધોને? શાબાશ; મને એવા માણસ બહુ ગમે.”
“વાત એમ હતી કે, મને ખોટી રીતે મારવામાં આવ્યો હતો.”
ખોટી રીતે? હું, એ વળી શી વાત છે? કોણે એ કામ કર્યું?” એ ભલો માણસ સહાનુભૂતિભર્યા અવાજે બોલ્યો.
પેલા સ્કવીયર્સે પણ મેં તેને એટલો માર્યો છે કે, તે ખો ભૂલી જશે.”
“શું-ઊં-ઊં?” તરત બ્રાઉડી આનંદમાં આવી જઈ બૂમ પાડી ઊડ્યો; “નિશાળના માસ્તરને માર્યો? હો-હો-હો ! માસ્તરને! એમ તે કોઈ દિ' કદી બન્યું છે? અરે ભાઈલા, તારો હાથ મને ફરી