________________
નિકોલસ નિકલ્બી
મિલાવવા દે. વાહ જુવાનિયા, વાહ; માસ્તરને માર્યો? હો-હો-હો શાબાશ! લાવ, ભાઈલા, લાવ તારો હાથ ! ”
૯૨
આવા આવા કંઈ શબ્દો બોલતો બ્રાઉડી નિકોલસનો હાથ વારંવાર દબાવતો ખડખડાટ હસવા લાગ્યો. પછી જ્યારે તેનું હસવાનું ઓછું થયું, ત્યારે તે પૂછવા લાગ્યો, “પણ ભાઈ, હવે તું જાય છે કયાં?”
નિકોલસે લંડન જવાની વાત કરી, એ સાંભળી તે બોલ્યો, “લંડન ? અધધધ ! પણ ભાડું શું બેસે છે તેની ખબર છે?”
“મને ખબર નથી; પણ હું તો પગે ચાલતો જ જવાનો છું.” “પગે ચાલતો? લે, કર વાત! એમ કોઈ લંડન પગે ચાલતું પહોંચ્યું છે વળી? પણ તારી જોડે પૈસા કેટલા છે, બિરાદર ?”
66
· પૈસા તો ખાસ કંઈ નથી; પણ તેનો કંઈ વાંધો નહિ. માણસ ધારે તો દુનિયાને છેડેય પહોંચી શકે. ”
જૉન બ્રાઉડીએ વધુ બોલ્યા વિના તરત પોતાના મોટા ખીસામાંથી ચામડાની જૂની કોથળી ખેંચી કાઢી અને તેમાંથી જોઈએ તેટલા પૈસા કાઢી લેવા નિકોલસને દબાણ કર્યું.
“બીતો નહિ, દોસ્ત; ઘેર પહોંચાય એટલા લઈ લે; તું મને પછીથી પાછા વાળશે, એની મને ખાતરી છે.”
66
ભારે રકઝક પછી, નિકોલસે એક પાઉંડ તેની પાસેથી લીધો. પછી બ્રાઉડીએ હસતાં હસતાં નિકોલસને કહ્યું, આ ડફણું પણ સાથે લેતો જા; રસ્તામાં કામ આવશે.” એમ કહી તેણે પોતાના હાથમાંનો ઠંડો નિકોલસના હાથમાં મૂકી દીધો. અને પછી વધુ કંઈ સાંભળવા થોભ્યા વિના, જોરથી બોલતો અને હસતો હસતો ચાલતો થયો — “માસ્તરને ! એ-હે-ય, માસ્તરને ઠોકયો ! વીસ વીસ વરસ થયાં એવી વાત કદી કાને સાંભળવામાં આવી નથી ! એહેય, ઠોકયો, માસ્તરને !”
૨
પણ હવે અંધારું થવા આવ્યું હતું અને ખૂબ બરફ વરસવા લાગ્યો હતો, એટલે નિકોલસથી બહુ આગળ મુસાફરી થઈ શકે