________________
૧૨
ફેની ને નિકેલસ
મોડી રાતે જ્યારે મિ. સ્કવીયર્સ ‘અગત્ય’નું કામ પરવારીને લથડતી ચાલે પાછા ફર્યા, ત્યારે તે પોતાના કામમાં એટલા બધા આગળ વધી ગયેલા હતા કે, પોતાની પુત્રીના મોં ઉપર વરતાઈ આવતાં ચીડ અને વેદનાનાં લક્ષણો તેમની નજરે પડી શકે તેમ ન હતું. પરંતુ,
જ્યારે તેમને ‘ચડ્યો હોય ત્યારે તે બહુ જ ચીડિયા અને કજિયાખોર બની જતા હોવાથી, ફેનીએ સમજી જઈને એક છોકરાને તૈયાર જ રાખ્યો હતો. તેના ઉપર તેમણે પોતાનો ગુસ્સો લાતો ઠોંસા ઇ૦થી બરાબર ઠાલવી કાઢયો, ત્યાર પછી તેઓશ્રીને સમજાવીને તેમની પથારીમાં પોઢાડી દેવામાં આવ્યા, – પગમાં બૂટ અને બગલમાં છત્રી સાથે જ!
પણ મિસ ફેનીનો ગુસ્સો અને ચીડ એમ ઝટ ઊતરી શકે તેમ નહોતાં. એટલે રાતે સૂતા પહેલાં, રસોડાની પેલી ભૂખી નોકરડી બાઈ આગળ, મિસ મટિલ્ડા પ્રાઈસની હલકી જાત અને સંસ્કારનો અભાવ વગેરે બાબતમાં પોતાના પેટનું પિત્ત તેણે ખૂબ ઓકી લીધું. બાઈ ભૂખડી પણ પાકી ખુશામતખોર હતી. તેણે આ ચા-પાણીના મેળાવડા વખતે જે કંઈ બન્યું હતું, તે જોયું હતું. એટલે તે બોલી ઊઠી: “મૂઆ હલકી જાતનાં કોને કહે? તમારા જેવી સુંદર સંસ્કારી સ્ત્રીઓની સોબતમાં રહીને પણ થોડું ઘણું શીખતાં હોય, તો ક્યારનાંય ઠેકાણે પડી ન જાય? પણ હવે તો રડશે મોં વાળીને, બળ્યું, બીજું શું? કહે છે ને કે, હાથનાં કર્યાં