________________
નિકોલસ નિકલ્બી
“મેં અત્યાર સુધી કામકાજ કર્યું નથી, એટલે કયા કલાકો અનુકૂળ છે કે નહિ, એવો સવાલ જ નથી; હું જે કોઈ સમય આપવો પડશે તે જરૂર આપીશ.”
૭૪
“તારું ખાવાપીવાનું અને ચાનું અહીંથી જ મળી રહેશે. તને દર અઠવાડિયે પાંચથી સાત શિલિંગ મળી રહે એવું હું ગોઠવી લઈશ. પણ તારું કામ જોવા પહેલાં હું અત્યારથી કશું ચોક્કસ ન કહી શકું. તું સોમવાર સવારથી નવ વાગ્યે આવવા માંડજે. હું તને શરૂઆતમાં હળવું કામ આપવા મિસ નૅગને સૂચના આપીશ. હવે તમારે વધુ કાંઈ કહેવાનું છે, મિ. નિકલ્બી ? ”
<<
કાંઈ જ નથી, મૅડમ, ” એમ કહી રાલ્ફે સાભાર નમન કરીને વિદાય લીધી.
ર
ઘેર પાછા આવ્યા બાદ મિસ લા ક્રીવીની હાજરીમાં કેટે પોતાને મળેલી નોકરીની વાત માને કહી સંભળાવી, તથા પોતાના કાકા રાલ્ફ નિકલ્બીએ મા-દીકરીને રહેવા માટે ઈસ્ટ એન્ડ તરફ બહુ દૂર આવેલું પોતાનું પડતર મકાન રહેવા માટે મફત આપવાનું કહ્યાની વાત કરી. ત્યારે મિસ લા ક્રીવી બોલી ઊઠી, “એ તો બહુ દૂર અને બહુ ઓતાડું કહેવાય; અને દુકાનેથી ત્યાં સુધી રોજ ચાલતા જવું-આવવું, અને ખાસ કરીને બાઈ માણસે એકલાં રાતને વખતે, એ તો જોખમકારક ગણાય.
""
મિસિસ નિકલ્બીએ મિસ લા ક્રીવીની વાત તરત જ ઉડાવી દીધી, અને પોતે તેને લેવા રોજ દુકાને રાતે હાજર થશે એમ જણાવ્યું: “એટલું તો મારે ફરવાનું રોજ જોઈએ જ; અને મા-દીકરી શહેરમાં ફરતાં સાથે ઘેર આવીશું એના જેવી મજા બીજી કઈ?” એમ પણ તેમણે વરસાદ-ભીની કે બરફ-શીતળ તોફાની રાતોનો વિચાર કર્યા વિના કહી દીધું.