________________
ફૅની ને નિકોલસ
૭૭ હૈયે વાગે! એનો મોટી થતો હવે એના જંગલીપણાથી કંટાળ્યો છે; અને મને તો ચોખું બોલી દેવાની ટેવ છે, એ તમને ખબર છે. બાનું, વિવાહની વાત આગળ વધી ગઈ ન હોત, તો મિ. જોન બાઉડી તો એને પડતી મૂકીને તમને જ પગે પડીને લગ્ન માટે સમજાવવા આવત –”
એકદમ ફેની એ નોકરડીના બંને હાથ પકડીને બોલી ઊઠી, તું આ શું કહે છે, મૂઈ?” “જે છે તે જ કહું છું, બાનુ.”
“મૂવું, આ તે બધું કેવું થાય છે? મારી વહાલી સખી ટિલ્ડાનાં સુખશાંતિ બરબાદ કરનારી હું જ બનું? મૂઆ ભાયડાઓ પણ ! મને ગમે કે ન ગમે, તોપણ મારામાં બન્યું એવું તે શું જુએ છે કે, મારી સાથે જ પ્રેમમાં પડી જાય છે! ના, ના, પણ ટિલ્ડામાં ગમે તેટલા અવગુણ હશે– અને ખોબો ભરીને અવગુણો છે જ વળી! – છતાં હું તો તેના ભલામાં જ રાજી રહેવાની. આપણ સારાં સંસ્કારી માણસોએ તો બીજાં થાય તેવાં થવાનું ન હોય !”
આટલું બોલી નાખ્યા પછી, ખ્રિસ્તીઓનો પરમ ગુણ જે પવિત્ર ક્ષમાભાવ, તે ધારણ કરી, સ્વર્ગીય શાંતિ અને મધુરતા પ્રાપ્ત કરી, મિસ ફેની વીયર્સ ગાઢ નિદ્રામાં પોઢી ગયાં.
તેથી બીજે દિવસે જ્યારે ચક્કીવાળાની ‘હલકટ' દીકરી મિસ મટિલ્ડા પ્રાઈસ દોડતી તેને મળવા આવી, ત્યારે ફૅનીએ તેને પૂરેપૂરા સદ્ભાવથી આવકારી.
“જો ને બહેન, ગઈ કાલે અમે અહીંથી વિદાય થયાં, ત્યાર પછી રસ્તામાં જ અમે બે જણાં ખૂબ લડી પડ્યાં. અમે બંનેએ એકબીજાનું મોં પણ ન જોવાના સોગંદ ખાધા. પણ પછી આજ સવારે શું થયું તે કહું? જોન સીધો જઈને અમારાં બંનેનાં નામ લખાવી આવ્યો; એટલે આવતા રવિવારે પહેલી જાહેરાત થશે, અને