________________
૭૦
નિકોલસ નિકલ્પી
૩
રસ્તામાં આંસુ સાથેનો આભારવિધિ પત્યા બાદ કેટે કાકાને પૂછ્યું : “મારે રહેવાનું તો ઘેર જ હશે ને?” “ઘેર? એટલે શું?"
“એટલે કે મારી બા સાથે—”
66
ના, ના; તારે અહીં જ દુકાને રહેવાનું હશે; ખાવા-પીવાનું પણ અહીં. અહીં જ તારે સવારથી સાંજ સુધી અને કદાચ કોઈ કોઈ વખત રાતથી માંડીને બીજી સવાર સુધી રહેવાનું હશે.”
66
પણ કાકા, રાતે તો હું મારી બાને એક્લી નહિ જ રહેવા દઉં. મારે ઘર જેવી કોઈ ચીજ તો હોવી જ જોઈએ, કે જ્યાં હું તેની સાથે રાતે ભેગી થાઉં. ભલેને એ ઘર ગમે તેવું સસ્તા ભાડાનું હોય.
99
66
સસ્તા ભાડાનું ન્હોય એટલે શું વળી ? સસ્તા ભાડાનું જ હોઈ શકે; તું છોકરી ગાંડી-બાંડી થઈ છે કે શું? લંડન શહેરમાં ‘ઘર’ — પોતાનું ઘર ! વાહ, ભાઈ! મોટા ખપતિ-કરોડપતિ જેવી વાત કરે છે ને કંઈ!'
“કાકા, મને માફ કરો; મને મારી વાત કહેતાં ન આવડયું. તમે કહેશો તેવા સસ્તા ભાડાનું જ તે ઘર હશે.”
“મને ખબર જ હતી કે, મારા ભાઈનું આખું ઘર દાધાર જ છે; એટલે પહેલેથી મેં મૅડમ મૅન્ટેલિનીને એ રીતે જ વાત કરી રાખી છે. રાતે તું છૂટી થઈ તારે ઘેર જઈ શકશે. પણ ખબરદાર, એ ઘર તારી મા અને તું રહેતાં હશો એ અર્થમાં જ ઘર કહેવાતું હશે. બાકી, લંડન શહેરમાં ઘર કહેવાય તેવી વસ્તુ તો બહુ ઓછાના નસીબમાં હોય છે. ઘર જોઈતું હોય તેણે ગામ છોડી, વાહનના પૈસા ખરચી, લંડન શહેરમાં દોડી આવવું ન જોઈએ!”