________________
શુક્લધ્યાન શું છે ? સદા પ્રમોદભાવમાં અને આનંદભાવમાં રહેવાનું.
સારાને જોઈને તમારા પ્રમોદનો ઉછાળો આવે અને દુ:ખીને જોઈને કરુણાનું ઝરણું વહે. ચેતના અને ચિત્ત મૈત્રીથી પ્રસન્ન હોય તો ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી જીવન રંગાઈ જાય અને સમતા-સભર માધ્યસ્થ માણે.
દુનિયામાં જે કાંઈ સારું અગર ખરાબ દેખાય છે એ સર્જન પહેલાં માણસની મનોભૂમિમાં થાય છે. મનોભૂમિમાં જે થાય છે એ અદૃશ્ય છે પણ એ જ સાચું છે.
આ અદૃશ્ય જગતમાં જેની વાવણી કરીએ છીએ એનું જ પરિણામ એક યા બીજી રીતે જગતમાં દશ્યમાન થાય છે.
જગતને આનંદરૂપ જોવું હોય, તમારે આનંદરૂપ બનવું હોય તો પહેલાં તમારી મનોભૂમિને એક જ વિચારથી ભરી દો. હું આનંદમય છું. આનંદમાંથી પ્રાદુર્ભાવ છે અને આનંદમાં જ મારી પૂર્ણ નિર્વાણ, સમાધિ છે.
Jain Education International
૪૪ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org