________________
તપાસો. કાયમ એક ધ્યાનથી લાંબો સમય પૂજા વગેરે કરનારનું પણ ત્યાંથી બહાર નીકળ્યા પછીનું જીવન તપાસો. ચોવીશ કલાકનું ટાઇમ ટેબલ તપાસો. દુનિયામાં લગભગ બધે અપ્રમાણિક તરીકે જ એની છાપ હશે ! કેટલું દુ:ખદ !
પહેલાંના સમયનો ઇંગ્લૅન્ડનો એક દાખલો આપું :
એક છાપાનો ફેરિયો દોઢસો છાપાં લઈને વેચવા નીકળ્યો. એને અણધાર્યું ઘરનું કામ આવી પડ્યું, અને ઘરે જવું પડે તેમ હતું. હવે જો તેમ કરે તો છાપાં વેચાય નહિ. સમય ગયા પછી કોણ લે ? એટલે એ ટેબલ પર એ દોઢસો છાપાં મૂકતો ગયો, પાસે પૈસા માટે પેટી પણ મૂકતો ગયો. ગ્રાહકોને સૂચના માટે છાપાની કિંમત લખી એક ચિઠ્ઠી મૂકી ગયો.
ઘેર જઈ કામ પતાવી એ આવ્યો ત્યારે તમામ છાપાં ખપી ગયેલાં. ગ્રાહકો એ લઈ ગયેલા અને પેટીમાં પૈસા પણ પૂરેપૂરા નાખી ગયેલા. કેવી ભવ્ય પ્રમાણિકતા ! અહીંનો કોઈ ફેરિયો જો આવો અખતરો કરે તો શું પરિણામ આવે ? અરે, પેટી પણ રહેવા દે ખરા ?
આપણે હજુ આર્ય મટી અનાર્ય થયા નથી, પણ આપણે પૂરજોશથી એ તરફ ધસી રહ્યા છીએ, અને એ પૂરને અટકાવનાર હોય તો તે માત્ર સંયમ જ છે. પશ્વિમના તજવા લાયક સંસ્કારોનું આપણે અનુકરણ કર્યું અને અંગીકૃત કરવા લાયક ગુણોનું અપમાન કર્યું. તેનું કેવું ભયંકર પરિણામ આવ્યું તેનો આ
દાખલો છે.
હિંદનો એક વિદ્યાર્થી જાપાન ભણવા ગયો. ત્યાં એક પુસ્તકની જરૂર પડી. પુસ્તક ત્યાંના એક પ્રસિદ્ધ પુસ્તકાલયમાં હતું. પણ એ ઘણું કીમતી હતું. આ વિદ્યાર્થી એ પુસ્તક પુસ્તકાલયમાંથી લઈ આવ્યો અને વાંચ્યું. તેમાં મહત્ત્વનાં ચાર ચિત્રો હતાં. એના મનમાં હતું કે તેવાં ચિત્રો બનાવી લઈશું, પણ એ બનાવવાં અશક્ય લાગ્યાં. અને એનાથી એ ન બનાવી શકાયાં. મનમાં થયું કે ચિત્રનાં ચાર પાનાં તફડાવવા દે ને ? ઇન્કમટૅક્સ ખાતાને છેતરવા નવા ચોપડા કરવા, ચોપડામાં ઘાલમેલ કરવી; એ બધું થાય છે ને ? એ જ મહારથીઓનો આ પુત્ર હતો ને ! એટલે એને વિચાર આવ્યો;
“ચૌદસો પાનાંના ગ્રંથમાંથી ચાર પાનાં તફડાવવામાં શું વાંધો ? કોણ જુએ છે ?’' એણે પાનાં ફાડી લીધાં, અને ગ્રંથ પાછો પુસ્તકાલયમાં આપી આવ્યો. પણ પાપ કદી છુપાય છે ?
Jain Education International
પાપ છુપાયે ના છૂપે, છૂપે તો મોટા ભાગ; દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ.
૧૦૨ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org