Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 448
________________ * વિલાસી વાતાવરણમાં ઊછરતા યુવાનો એ આશાની જ્યોત નથી, પણ નિરાશાનો દરિયો છે. એના જીવનમાં ચારિત્ર્યની ખુમારી નહિ, વાસનાની બીમારી હોય છે; કારણ કે એમની નજર સામે મહાન બનવાનો આદર્શ નથી, સંયમનું પ્રતીક નથી. એ જ્યાં અભ્યાસ કરે છે તે વિદ્યામંદિરમાં પણ વિલાસ અને વિકારની હવા છે, ત્યાં પણ કટ અને વટ સિવાય બીજી વાત નથી.” * આપણે કૉલેજોને વિદ્યામંદિરો કહીએ છીએ પણ ત્યાં મંદિરને અનુકૂળ એવું સંયમ અને પવિત્રતાથી ભરેલું વાતાવરણ છે ખરું ? * આજે, કેળવણી શા માટે લેવામાં આવે છે તેનું ધ્યેયચિત્ર પણ વિદ્યાર્થીઓ સમક્ષ ક્યાં છે ? જ્ઞાનનું ફળ વૃત્તિઓનો વિરામ હોવું જોઈએ. પણ આજે એવું ક્યાં દેખાય છે ? આજે તો માણસ વૃત્તિઓને વિરામ આપવા માટે નહિ, વૃત્તિઓના વધુ ને વધુ તાંતણા કાઢવા માટે ભણે છે. સીધી ભાષામાં કહીએ તો ગુનો કરીને છુપાવવો કેમ, અસત્યને સત્ય બનાવવું કેમ તેનું કૌટિલ્યશાસ્ત્ર ભણે છે. * એક ભાઈને મેં પૂછ્યું, “તમારા અભ્યાસનું ધ્યેય શું ?' એ કહે, “સાહેબ, ધ્યેય વળી શું ? આજકાલ કાયદા વધી પડ્યા છે. ભણીએ નહિ તો કાયદાઓમાંથી બારી ક્યાંથી જડે ? હવેના જમાનામાં વકીલોના આધારે રહેવાય એમ નથી. જાતે જ જાણવું જોઈએ, નહિ તો રળીએ તેમાંથી અડધો ભાગ તો વકીલો જ ખાઈ જાય. જાતે શીખ્યા હોઈએ તો જ કાયદાના ફાયદા મળે.' જોયું, આ કેળવણી ! માણસ ભણે છે શા માટે ? ચોરી કરવા માટે, ચોર બનીને પોતાની જ સરકારની આંખમાં ધૂળ નાંખવા માટે પૈસા રળવા છે, પણ ટૅક્સ નથી ભરવો. પૈસો મોજશોખમાં ખર્ચવો છે, પણ બીજાના હાથમાં જવા દેવો નથી. આવો વિદ્યાર્થી માણસ મુક્ત બને કે બંધાય ? જે માનવી એક શ્રેષ્ઠ નાગરિક બનવાને અયોગ્ય છે, તે શ્રેષ્ઠ જીવન માટે યોગ્ય કઈ રીતે ગણાય ? * વિદ્યાવાનમાં જીવનની ખુમારી જોઈએ. સુખમાં કે દુ:ખમાં; સંપત્તિમાં કે વિપત્તિમાં, સંયોગમાં કે વિયોગમાં પોતાના આત્માની અને પોતાના મનની મસ્તી ન ગુમાવે તે જ સાચો વિદ્યાવાન. * જે માણસ અંત:પ્રેરણાથી પ્રેરાઈને કાર્ય કરે છે, જીવનને સમજીને જીવે આવતી કાલના નાગરિકોને ૪૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450