Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 446
________________ યાદ કરવાના છે, અને કર્તવ્યનિષ્ઠાની અંજલિ આપવાની છે. જે પાગલ હોય, ઓછી સમજવાળા હોય તેમની પાસે તો કર્તવ્યની વાત શી કરવાની હોય ? જે જાણે છે અને સમજુ છે તેમને જ સમજ પ્રમાણે કર્તવ્યપથ પર પગલાં માંડવાની આ વાત છે. આ રીતે કર્તવ્યશીલ બનનારા દુનિયામાં બહુ વિરલ હોય છે, પરંતુ હું તમને વિનવું છું કે તમે આકાશના સૂર્ય અગર ચંદ્ર ન બની શકો તો કંઈ વાંધો નહિ, અમાસની અંધારી રાતના તારા જેવા તો બનો જ. અમાસની રાત્રે તમે જોયું હશે કે આકાશમાંથી એક તારો જો ખરે છે. તો તેજનો લિસોટો મૂકી જાય છે. તમે એ જ રીતે, ભલે ખૂબ મહાન માનવી ન બની શકો, પરંતુ તમારા વર્તુળમાં, તમારા સમાજમાં, તમારી મિત્રમંડળીમાં એક તેજનો લિસોટો મૂકીને જાવ, કે જે તેજલિસોટો માનવહૃદયમાં પ્રકાશ પાથરે. મિત્રો, હું આટલી આશા રાખીને તમારી પાસે આવ્યો છું. શું તમે મને નિરાશ કરશો ? સુધા-બિન્દુ * આદર્શ શિક્ષકનું જીવન પવિત્ર, સ્વચ્છ અને નિષ્કલંક હશે તો જ તેના સંસર્ગમાં આવનાર વિદ્યાર્થીનું જીવન ઊર્ધ્વગામી બનશે. * આપણે બધા ભીંત પર તો સૂત્રો લખીએ છીએ, પરંતુ એ સૂત્રોનું રહસ્ય દિલની દીવાલ પર કોતરાય અને જીવનના આચરણમાં ઊતરે તો જ જીવનની સાર્થકતા પામી શકાય. * આપણી જીવનગાડીને આદર્શરૂપી એન્જિન જોડવામાં આવશે તો જીવનગાડી વેગવાન બનશે. આજનું શિક્ષણ કેટલેક અંશે જગતને છેતરવાની, લૂંટવાની, ચોરી કરવાની વૃત્તિને પોષનારું અને કેળવનારું છે. આજે મનુષ્ય જેમ વધારે ભણે છે તેમ વધારે પ્રપંચી અને વધારે કાવાદાવાવાળો બને છે. આજના કેટલાક વકીલો, બૅરિસ્ટરો અને ન્યાયાધીશોને તો જુઓ ! તેઓ કહે છે કે, ચોરી કરીને આવો, કે ખૂન કરીને આવો; પણ સાથે નાણાંની કોથળી લાવશો તો તમારો બચાવ કરવા અમે બેઠા જ છીએ ! શું આ જીવન છે ? - - - - - આવતી કાલના નાગરિકોને જ ૪૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450