Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 444
________________ તમારાં પુસ્તકો વડે ભક્તિભાવથી પૂજો. એ પુસ્તકો એમના હાથમાં અર્પણ કરો અને કહો કે ‘આ મારી ગુરુદક્ષિણા છે, મારા પછી હવે મારા આ ક્લાસમાં આવનારા અનુગામી વિદ્યાર્થીઓમાં જે ગરીબ વિદ્યાર્થી હોય, જે સાધનની ને આવા પ્રકારની સામગ્રીની ઊણપવાળાઓ હોય તેમને આપ આ આપજો..... આજે હું આ રીતે આપણી શાળાને નમ્ર રીતે આ એક અર્ધ્ય આપું છું !' ગુરુની પૂજા ફૂલ કે ધૂપદીપથી નહિ, આ રીતે કરજો...માનવીની પૂજા આ રીતે જ થઈ શકે. આપ સૌ જો આ રીતે કરશો, અને દરેક શાળામાં આ રીતની વિચારણા સ્વીકારશે તો તમે જોશો કે વિદ્યાર્થીઓ માટેની આ એક નાનકડી વાત ખૂબ મોટી મદદમાં પલટાઈ ગઈ છે. આપણે ત્યાં કહેવત છે કે, ટીપેટીપે સરોવર ભરાય. તમે જો ટીપેટીપું ઉમેરતા જશો તો તમે જોશો કે વિદ્યાર્થીઆલમ માટેનું એક સુંદર સહકારનું સરોવર સર્જાઈ ગયું છે. તમે જેમ ભણવાની અને આગળ વધવાની ઇચ્છા રાખો છો તેમ તમારા અનુગામી વિદ્યાર્થીઓ પણ ઇચ્છા રાખે છે, પરંતુ કોઈકની પાસે ફી ભરવાના પૈસા નથી. કોઈકની પાસે ચોપડીઓ ખરીદવાના પૈસા નથી, તો કોઈકની પાસે અનુકૂળ એવા પ્રકારની સાધનસામગ્રી નથી. તમે બધી રીતે મદદ ન કરી શકો, પરંતુ આ એક રીતે જરૂરથી મદદ કરી શકશો અને એટલું કરશો તો હું માનું છું કે, તમે તમને જ્ઞાન આપનાર શિક્ષકને માન આપ્યું ગણાશે, વિદ્યાર્થીઓનું સન્માન કર્યું કહેવાશે અને માનવસેવાનો લહાવો લઈ શકાશે. એટલું જ નહિ, પણ વિદ્યાર્થીજગતને એક યા બીજી રીતે સહાયતા કરી ગણાશે. એટલે મારા વ્યાખ્યાનના અનુસંધાનમાં આ વસ્તુ જો આપના હૃદયને સ્પર્શતી હોય તો આજથી તમે નિર્ણય કરતા જાવ કે તમારી ચોપડીઓ પાછલા ધોરણના વિદ્યાર્થીને આપીને જ આગળ જશો. તમે જો આટલું કરશો તો આગળના વિદ્યાર્થીઓની ચોપડીઓ તમે પણ મેળવી શકશો. દીવો દીવાને પ્રગટાવે છે. તમે જો બીજાને માટે દીવો પ્રગટાવશો તો તમારે માટે કો'ક બીજો પણ દીવો પ્રગટાવી રાખશે. Jain Education International આવતી કાલના નાગરિકોને * ૪૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450