Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 443
________________ આમ મેં આપ સૌને વિનંતિપૂર્વક કહ્યું કે તમે જો દેવ હો તો પણ માનવ બનો અને તમે જો પશુ જેવા હો તો ઉપર ચઢીને પણ માનવ બનો, પરંતુ આખરે તમે માનવ બનો. આ રીતના સાચા માનવ બનવા માટે વિચાર, ઉચ્ચાર અને આચારને શુદ્ધ, સુંદર ને સ્પષ્ટ બનાવો તેમજ જીવનમાં અભય, પુરુષાર્થ અને સંયમની સ્થાપના કરો. આટલી વાત કર્યા પછી હું એક નાનકડી પરંતુ મહત્ત્વની સૂચના કરવા માગું છું. સવિચા૨-સમિતિના બંધુ મારી પાસે આવ્યા અને તેમણે પોતાની જે વાત-વિચારણા કહી તે સાંભળી હું ઘણો પ્રસન્ન થયો. એમની એક નાનકડી માગણી વિદ્યાર્થી બંધુઓ પાસે છે. એ એમ કહે છે કે, તમે અત્યારે જે વર્ગમાં ભણો છો તે વર્ગમાંથી તમે જ્યારે ઉત્તીર્ણ બની જાવ અને જ્યારે તમારી ગયા વર્ષની ચોપડીઓ આવતા વર્ષના તમારા ઉપયોગ માટે નકામી બને ત્યારે એ ચોપડીઓ જો તમે દુકાનદારને ત્યાં વેચશો તો રૂપિયાની ચોપડીના માત્ર ચાર આના જ તમારા હાથમાં આવશે. જ્યારે, તમારા પછી તમારા ક્લાસમાં આવનારા તમારા અનુગામી વિદ્યાર્થીને તમે ચાર આનામાં વેચેલી ચોપડી મેળવવા માટે બાર આના ખરચવા પડશે. જૂની હોય એટલે ચાર આના બચે, પણ વિચાર કરો કે એને વધારે પૈસા ચૂકવવા પડે છે. આમ પેલા ખરીદનારને વધારે ચૂકવવું પડે, અને તમને વેચવારને ઓછું મળે એમ બેવડી રીતે વિદ્યાર્થી-જગતને નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે, કેટલાય વિદ્યાર્થી બંધુઓને પુસ્તકના અભાવે, સાધનના અભાવે પોતે તેજસ્વી હોય, સમર્થ હોય, ભણવામાં ઉત્સાહવાળા હોય તો પણ શિક્ષણ મૂકી દેવું પડે છે. હું તમને પૂછું છું કે, આજના મહત્ત્વના દિવસે તમે એટલું પણ નક્કી ન કરી શકો કે તમારી પાસે પાછલા ધોરણનાં જે પુસ્તકો છે તે વેચી નાંખવા બદલે રિઝલ્ટ આવવાના દિવસે શાળામાં લઈ જાઓ, અને રિઝલ્ટ આવ્યા પછી તમે જો પાસ થયા હો તો પાસ થવાની ખુશાલીમાં તમારા અધ્યાપક કે જે તમારા ગુરુ છે, જેમણે તમારી આંખ ખોલીને જ્ઞાનનાં અંજન આંજ્યાં છે તેમને Jain Education International ૪૩૪ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450