Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad
View full book text
________________
પરંતુ આ સહનશીલતા અને જીવનક્ષેત્રે વિજયી બનવા માટેનું લડાયક ખમીર, જીવનમાં અભ્યાસ અને પુરુષાર્થ નહિ હોય તો ક્યાંથી આવશે ?
ત. જે કંઈ કામ કરો તેમાં પુરુષાર્થને આગળ રાખો, પછી પ્રયત્ન કરો, અને જુઓ કે તમને સફળતા મળે છે કે નહિ.
યાદ રાખજો કે જીવનક્ષેત્રે કાયર માનવીને માટે સફળતાની ક્યાંય સંભાવના નથી. તમારે જીવનયુદ્ધ જીવતું હોય, અને માનવતાને વિકસાવવી હોય તો તમારા હૃદયમાં અભય જોઈશે અને પ્રયત્નમાં પુરુષાર્થ જોઈશે.
આપણે ત્રીજી વાત ઉપર આવીએ : એ છે સંયમ. આ માટે હું તમને ખાસ વિનવવાનો છું.
મિત્રો, જ્યારે તમે અભ્યાસ માટે, કંઈ ઉપયોગી વાત સાંભળવા માટે બેઠા હો ત્યારે તમારી આંખ અને કાન પર થોડો સંયમ રાખો. તે વખતે દુનિયામાં જે બનતું હોય તે બનવા દો. તમે તો તમારી સાધના ઉપર ધ્યાન રાખો.
આજે મન અને વાણી પર સંયમ ન હોવાને લીધે અશિસ્ત એટલી બધી વ્યાપી ગઈ છે કે, દેશમાં જ્યાં જુઓ ત્યાં અશિસ્તનું વાતાવરણ જ જોવા મળે છે. જ્યાં સુધી આ અશિસ્ત, આ અવ્યવસ્થા અને આ અંધાધૂંધી હશે ત્યાં સુધી ભણતર ગમે તેટલું ઊંચા પ્રકારનું હશે તો પણ તે નકામું નીવડશે. માણસ ગમે તેટલો અભય હશે તો પણ ઊંચો આવી શકશે નહિ.
અભયની સાથે તમે સંયમને યાદ રાખજો. અભય સંયમથી જ શોભશે. તમે કહેશો કે અમે “અભય” છીએ; એટલે અમે શિક્ષણ અને શિક્ષકની સામે ગમે તેમ બોલવાના અગર વર્તવાના, તો બરાબર નથી. તમને ન ગમે એવી બે વાત શિક્ષક કહે, એટલે તરત તમે હડતાલ ઉપર ઊતરી જાવ એ કેવી વિચિત્રતા ? તમે જો હડતાલના હથિયારથી શિક્ષકોને ડરાવ્યા જ કરો તો તમારે માટે તેમના હૈયામાં કેટલો પ્રેમ ઊભરાય ?
તમારે જે વાત કહેવી હોય તે પ્રેમથી, નમ્રતાથી અને સમયોચિત રીતે કહેતાં શીખવું જોઈએ. તમને થતો અન્યાય તમારે વાજબી રીતે સમજાવવો જોઈએ. તેના બદલે તમે એમ કહો કે અમે હડતાલ પાડીશું, સ્કૂલ-કૉલેજ બંધ કરાવી દઈશું, તો માસ્તરોને થશે કે ચાલો બે દા'ડા મઝા કરીશું. તમે ફર તેમાં બીજો વાંધો શું છે ? બગડવાનું કોનું છે ? તમારું, વિદ્યાર્થીઓનું જ ને?
૪૩૨ * માનવતાનાં મૂલ્યો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450