________________
આપણે જે મેળવીએ ત્યાં કોઈ પણ જાતના હેતુ વગર વળતર આપવું જ પડે. કેવી રીતે ? પ્રથમ આપણી અસલ જાતને જાણવી અને પછી આપણા આત્મા અને બીજા બધા જીવો વચ્ચે પુલ બાંધવો. આ પુલ કેવી રીતે બાંધવો ? ચિંતન-ધ્યાનથી અને પછી પોતાની જાતને પ્રશ્નો પૂછવાના, “મારે ખરેખર શું જોઈએ છે ? કેટલું જોઈએ છે ?”
સૌ પ્રથમ તમને સૌથી વધુ પસંદ શું છે ? તમને શું મળે તો તમે સુખી થાઓ ? અને પછી આ જ તત્ત્વો વિશ્વ સુધી વિસ્તારો. પછી તમારી જાતને કહો, “મારે થોડીક સવગડ જોઈએ. રહેવાનું ઘર, ખાવા માટે પૌષ્ટિક ખોરાક, અનુકૂળ પ્રેરણા, મધુર હાસ્ય, ઉષ્માભરી લાગણીઓ.” પછી પૂછો, “મારે જે જોઈએ છે તે અન્ય જીવોને આપવા હું તૈયાર છું ?”
આપણે શું ઇચ્છીએ છીએ ? સુખ ! સ્વતંત્રતા ! તો પછી આપણે આ જ તત્ત્વો બીજાને આપવા કેમ તૈયાર નથી ? આ વિચારણાથી વિશ્વની સાથે વિશાળ આંતરસંબંધોમાં આપણે વહેતા થઈ શકીશું. આ પછી એક એવી સમજ પ્રગટ થશે, ત્યારે આપણને એમ લાગશે કે કોઈ પણ વ્યક્તિ એમ નહીં બોલી શકે કે, મારે દુનિયાની કશી પડી નથી. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્ર નથી યા પરવશ નથી, પણ આધ્યાત્મિક વિકાસના વિશ્વમાં સૌ એકબીજા પર આધારિત છે.
હવે આંદોલનોની કથા ઉપર આ પરસ્પર આધારનો સિદ્ધાંત સમજી આપણા જીવનની દરેક ક્ષણે આંદોલનો દ્વારા ચેતનાશક્તિ વહન કરવાની શક્તિ આપણે અનુભવીએ છીએ, જેમ ખોરાક શરીરમાં ગયા પછી શક્તિ બને છે, તેમ સર્જનાત્મક આંદોલનોવાળી વ્યક્તિ યા નિમિત્તના સંપર્કમાં આવતાં તમે પણ પ્રસન્ન થાઓ છો.
આને બદલે તમે કોઈ ઉદાસ-શોકાતુર દીવેલ પીધા જેવા મોઢાવાળાને મળો ત્યારે તમે પણ થાકેલા અને શક્તિહીન બની જાવ છો. તમને એમ લાગે છે કે તમને થાક લાગ્યો છે, પણ ખરી રીતે સામી વ્યક્તિ પાસેથી તમે કેવા પ્રકારનાં આંદોલન મેળવીને થાક્યા છો.
આંદોલનોનો સિદ્ધાન્ત સમજ્યા પછી આપણને એ સમજાય છે કે શા માટે કેટલાક માણસો ઝડપથી પ્રગતિ કરી વિકાસ સાધે છે ત્યારે કેટલાક ત્યાં ને ત્યાં જ રહે છે. અને ક્યારેક પીછેહઠ કરી પતન પણ પામે છે. કંપનો તમને આગળ વધારી શકે યા પાછા પાડી શકે તેથી તમારે તમારી જાતને પૂછવું જોઈએ કે, “શું હું અનિચ્છનીય આંદોલનો ગ્રહણ કરું છું ? આ આંદોલનો મને પ્રભાવિત ન કરે તે માટે હું શું કરું છું ?” તમે તમારા અજ્ઞાત મનના
જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org