________________
Jain Education International
>>>$**
નવજીવન એ ગુણરત્નોની ખાણ
મ છે. એમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર
એ ત્રણ તો પરમ તેજથી ચમકતાં જાણે મહારત્નો છે. આપણે આ ત્રણ દિવસની પ્રવચનમાળામાં આ ગુણોનો અનુભવ કરવાનો છે.
હીરો પણ છે તો પથ્થર જ ને ! ખાય તો મરી જવાય, પાસે રાખે તો ડર રહે અને વાગી જાય તો લોહી કાઢે એવા પથ્થર જેવા હીરાથી પણ લોકો આનંદ માણે છે; તો આધ્યાત્મિક હીરો આધ્યાત્મિક રત્ન મળતાં તો માણસને કેટલો આનંદ થવો જોઈએ ? ભગવાન મહાવીરે આધ્યાત્મિક વસ્તુને આ જડ રત્નો સાથે શા માટે સરખાવી ? આધ્યાત્મિક ગુણ આગળ રત્નો શું હિસાબમાં ? છતાં સરખામણી કરી છે. દુનિયામાં જેમ ચાંદી, સોનું ને ઝવેરાત કરતાં રત્નો કીમતી છે, તેમ અધ્યાત્મમાં આ સદ્ગુણો જેને મળી જાય તે ધનવાન બની જાય છે, તેનો જન્મ સફળ થઈ જાય છે. પરમ શાંતિમાં
રત્નત્રયી ૩૭૧
૩૮. રત્નત્રયી
For Private & Personal Use Only
—
www.jainelibrary.org