Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 438
________________ તમારા ન્યાયમાંથી, તમારી પ્રામાણિકતામાંથી, તમારા સત્યમાંથી, તમારા સત્યમાંથી, તમારા સદાચારમાંથી એ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી તમારા જીવનમાં ન્યાય, પ્રામાણિકતા, સત્ય અને સદાચાર નહિ હોય ત્યાં સુધી તમારામાં અભયનું તત્ત્વ કદી નહિ પ્રગટે. હવે બીજી વાત છે, પુરુષાર્થની. આજે આપણે એટલા બધા પંગુ બન્યા છીએ, એટલા બધા પરાવલંબી બન્યા છીએ, ઇન્દ્રિયોને એટલી બધી શિથિલ બનાવી બેઠા છીએ કે, આજે આપણને બધું મફતમાં જોઈએ છે. સસ્તામાં સસ્તું જોઈએ છે. સહેલામાં સહેલી રીતે જોઈએ છે. પરસેવો પાડીને મેળવવામાં આપણને નાનમ દેખાય છે. આવી હીણપતભરી મનોદશા આપણા હિંદુસ્તાનનાં મોટાંઓથી માંડીને નાનાંઓ સુધી એવી વિચિત્ર રીતે પેસી ગઈ છે કે, લગભગ સૌને શ્રમ કર્યા વિના મેળવવું છે. હમણાં મારી પાસે પરદેશના બે મિત્રો રોજ અભ્યાસ માટે આવે છે. તેમને મેં પૂછ્યું : ‘હિંદુસ્તાનમાં તમે શું જોયું ?' તો કહે કે : ‘હિંદુસ્તાનમાં અમે આળસ જોઈ !' મેં આશ્ચર્ય સાથે કહ્યું : ‘એ શું કહો છો ?!' તો કહે : ‘હા, બીજુ બધું ઘણુંય છે. અહીં જે છે તે દુનિયામાં બીજે ક્યાંય નથી. પરંતુ સાથે સાથે, અહીં જેવી આળસ છે તેવી આળસ પણ દુનિયામાં બીજે ક્યાંય નથી. અમારા દેશમાં તો અમે જો આરામથી બેઠેલા હોઈએ, અને નોકરને કહીએ કે, ‘પાણીનો પ્યાલો ભરી લાવ' તો એ નોકરને માટે પણ શરમજનક ગણાય અને અમારે માટે પણ શરમજનક ગણાય. અમારે ત્યાં નોકર પાણીના ગ્લાસ ધોઈને તેમજ સાફ કરીને યોગ્ય સ્થળે ગોઠવી દે ખરા, પરંતુ પીવા માટેનું પાણી તો અમારે ઊભા થઈને જ લેવાનું હોય. જ્યારે અહીં તો ગાદી પર પડ્યા પડ્યા જ ‘એય રામા ? ક્યાં ગયો ?' એમ સાત વાર બૂમો પાડ્યા પછી આઠમા અવાજે રામો આવે, એટલે એક-બે સુણાવે અને પછી કહે કે, પાણી લાવ, પાણી, અત્યાર સુધી ક્યાં મરી ગયો હતો ? સાંભળતો નથી ? હવે ખરી રીતે જુઓ તો પાણી બાજુમાં પડ્યું હોય. જેટલું ધાંટાને દુ:ખ આપે એટલું હાથને અગર પગને દુ:ખ આપ્યું હોય, તો કશી ઉપાધિ હોય ખરી ?’ શ્રમ વગર મેળવવાની બદી આપણામાં એવી પેસી ગઈ કે, આપણો નાનામાં નાનો વિદ્યાર્થી પણ કોઈની કૉપી કેમ કરી લેવી, અને ચોરી કરીને પરીક્ષામાં પાસ કેવી રીતે થવું તેના રસ્તાઓ શોધવા માંડ્યો છે. Jain Education International આવતી કાલના નાગરિકોને * ૪૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450