Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 417
________________ બનાવે છે. કોઈ ભૂખ્યો અને આંગણે આવે તો તેને બટકું આપીને પછી એ બેઉ જણ પ્રેમથી ખાય છે, અને શાન્તિથી રહે છે. રાજા એક વાર રાણીને પૂછે છે : “કહો રાણી, આપણે સુખી છીએ કે દુઃખી ?” રાણી કહે છે કે આપણે દુઃખી શાનાં ? આ સુંદર પ્રકૃતિ પથરાયેલી છે; આ શીતળ ઝરણાં વહે છે; નિર્દોષ હરણાં છે; વૃક્ષોનો સુંદર છાંયડો છે; શરીરને પોષવા માટે રોટલો મળી રહે છે, દેહ ઢાંકવા માટે વસ્ત્ર છે; બાકી માનવીને વધુ શું જોઈએ ?” રાણી જાણતી હતી કે બહારનાં સાધનો તો લોકોને રાજી કરવા માટે છે; બાકી શરીરને પોષવા માટે રોટલો હોય; ઢાંકવા માટે વસ્ત્ર હોય અને બેસવા માટે ઓટલો હોય, તો બહુ થઈ ગયું. જે માણસોને બીજી ઘણી વસ્તુઓ જોઈએ છે, એ હેરાન-પરેશાન થાય છે. પછી એને માટે એ ભગવાનને છેતરે છે, આત્માને છેતરે છે, દેશને છેતરે છે, માનવતાને છેતરે છે, અને વસ્તુઓના સંગ્રહનો મોટો ઢગલો કરે છે. પત્નીનો જવાબ સાંભળી કોશલરાજ રાજી થયા; એમણે કહ્યું : “ખરેખર, આપણે સુખી છીએ. તારા જેવી શાણી, પ્રેમાળ અને શીલવંતી સહચરીથી હું વધારે સુખી છું. આપણે વળી બીજું શું જોઈએ ?” પતિ-પત્ની બેય જણાં આમ વાત કરે છે, એટલામાં કોઈક કઠિયારો આવે છે અને કહે છે : “ભાઈ, આજે ગામમાં એક ઢંઢેરો પિટાયો છે; તમે એ સાંભળ્યો કે નહિ ?” કોશલરાજે પૂછ્યું : “શેનો ઢંઢેરો પિટાયો છે ?” જવાબ મળ્યો : કોશલરાજને લાવી આપે એને એક હજાર સોનામહોર મળશે.” શબ્દો કાનમાં પડતાંવેંત જ કોશલરાજને મનમાં વિચાર આવ્યો : “અરે, મારી હજુ પણ એક હજાર મહોર જેટલી કિંમત છે ! ઠીક છે, કો'ક વાર જરૂર પડશે ત્યારે આપણે એ પણ વટાવી લઈશું.” જે માણસ પ્રેમથી જીવનારો હોય છે, એનું જીવન ગગનમાં ઊંચે રહેલાં વાદળ જેવું હોય છે. એ વર્ષે છે, અને ધરતી અને દુનિયા નવપલ્લવિત થઈ જાય છે. જે લોકો દુનિયામાં અમર બનવા આવ્યા હોય છે એ લોકો જાણે છે કે દુનિયાની બધી વસ્તુઓ હોવા છતાં પણ, આપણું જે ચૈતન્ય છે, આપણો જે આત્મા છે. એ વધુ મહાન વસ્તુ છે. એટલા જ માટે કોશલરાજે મનથી નક્કી કર્યું કે અવસર આવશે ત્યારે આ પણ વટાવશું. ૪૦૮ ૪ માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450