Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 432
________________ ન છોડાવે તો એ સાચી વિદ્યા નથી. વિદ્યા તો એનું નામ છે કે, જેનાથી વિચાર સુધરે, ઉચ્ચાર સુધરે અને આચાર સુધરે. ભણેલો માણસ તો એને કહેવાય છે, જેના વિચાર સુંદર હોય, જેના ઉચ્ચાર સુંદર હોય, જેના આચાર સુંદર હોય. બગીચામાં જેમ ફૂલ ખીલે છે તેમ ભણેલા માણસના મગજમાં પણ વિચારોનાં પુષ્પ ખીલવાં જોઈએ. એના મગજમાં ઉકરડો નહિ, બદી નહિ, દુર્ગધ નહિ, સુંદર સુવાસ હોવી જોઈએ. સાચો વિદ્યાર્થી તો એનું નામ છે, જેના વિચારોમાં પણ બદી ન હોય. બજારમાંથી ખરીદી લાવેલું કેળું કે જામફળ સડેલું નીકળશે તો શું તે તમે ખાઈ જશો ? ના, તો તો તરત જ તમે એને કાપશો, અને એનો સડેલો ભાગ ફેંકી દેશો. તો પછી, તમારા વિચારોમાં આવેલો સડો કેમ દૂર કરતા નથી ? આ પણ એક અજાયબીની વાત છે કે, માણસો સડેલાં ફળને કાપીને ફેંકી દે છે, જ્યારે સડેલા વિચારોને તો સંઘરી રાખે છે અને વધારે ને વધારે સડવા દે છે. આજે તો જેનો વિચાર વધારે સડેલો હોય છે તે વધારે મલકાય છે કે, હું મારા વિચારોને કેવા ગુપ્ત રાખી શકું છું ! તમારા વિચારો તો એવા હોવા જોઈએ કે કોઈ પણ જાણે તોય તમને વાંધો ન હોય. સારું છે કે, આજે માણસોના શરીરની જ ફિલ્મ લઈ શકીએ છીએ; પરંતુ મનની કે વિચારોની ફિલ્મ લઈ શકાતી નથી. નહિ તો માણસ એકબીજાની પડખે શાંતિથી કે પ્રેમથી બેસી જ ન શકત. માનવીનું મગજ જો બગીચાના જેવું સુંદર અને સુવાસિત ન હોય, અને તેમાં અનેક જાતની બદીઓ અને ખરાબીઓ ખદબદતી હોય તો એ શાંતિ ક્યાંથી પામે, આનંદ ક્યાંથી મેળવે ? આ થઈ વિચારની વાત. હવે આપણે ઉચ્ચારની વાત ઉપર આવીએ. તમારા વિચારોમાં વસેલું માધુર્ય તમારા ઉચ્ચારોમાં પણ વસવું જોઈએ. તમારા ઉચ્ચારોમાં કટુતા હશે, અસભ્યતા હશે, તુચ્છતા હશે, અને અણછાજતા ભાવો હશે તો એ તમારા વિચારોને શોભા આપનારા નહિ નીવડે. ઉચ્ચાર તો તમારા વિચારોનું વાહન છે. એટલે, વાહન પર બેસનાર વ્યક્તિ પણ પવિત્ર હોવી જોઈએ, અને વહન કરનાર વસ્તુ પણ પવિત્ર હોવી જોઈએ. વિચાર અને ઉચ્ચાર જો સુંદર અને સુયોગ્ય હોય તો ખરેખર અર્જુન અને કૃષ્ણની જોડી જામે. આવતી કાલના નાગરિકોને જ ૪૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450