Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 433
________________ તમારા વિચારરૂપી અર્જુનને ઉચ્ચારરૂપી ૨થમાં બેસાડો, ને તેની લગામ વિવેકરૂપી કૃષ્ણના હાથમાં સોંપી દો. અને પછી તમે જુઓ કે જીવન સમરાંગણમાં દુત્તિરૂપ કૌરવો પર કેવો વિજય થાય છે. એટલે વિચાર અને ઉચ્ચાર બેય મધુર હોવા જોઈએ. તમારા આચારમાં એટલી સ્પષ્ટતા હોવી જોઈએ, એટલી સુંદરતા હોવી જોઈએ કે જાણે પારદર્શક સ્ફટિક જોઈ લો. જેની પાસે વિચાર સુંદર છે, જેની પાસે ઉચ્ચાર સુંદર છે, અને જેની પાસે આચાર સુંદર છે એવો મનુષ્ય જ જગતમાં કંઈ કરી શકે છે. માનવી કંઈ અળસિયું બનવા માટે આ જગતમાં નથી આવ્યો. માનવ તરીકે ગૌરવભર્યું જીવન જીવવા માટે એ આવ્યો છે. આ દુનિયા પર તમારા પ્રકાશની છબી મૂકી જવા માટે તમે આવ્યા છો. તમે કેવળ મીણબત્તી જેવા ના બનશો કે જે કલાકની અંદર સમાપ્ત થઈ જાય. તમે તો મશાલ જેવા બનો, કે જે આખીય રાત પ્રકાશ પાથર્યા જ કરે. અને અંધકારને પ્રકાશથી રંગી દે. જગતને ઉજાસ આપનારી મશાલ જેવા બનવું હશે તો આપણે વિચાર, ઉચ્ચાર અને આચાર ત્રણેય સુધારવા પડશે. એ ત્રણેય જો સુધરી જશે તો તમારામાં એક પ્રકારની વિશિષ્ટતા આવશે, મધુરતા આવશે, અને સૌમ્યતા આવશે. તમને યાદ હશે, કદાચ તમારાં પાઠ્યપુસ્તકોમાં વાંચવામાં આવ્યું પણ હશે, એવી એક નાનકડી પ્રસંગકથા આના અનુસંધાનમાં અહીં આપું છું. ગોપાલકૃષ્ણ ગોખલે ત્યારે શાળામાં અભ્યાસ કરતા હતા. એક દિવસ શિક્ષકે ઘેરથી દશ દાખલા ગણી લાવવાનું ઘરકામ આપ્યું. ઘેર આવીને ગોખલેએ દાખલા ગણવા માંડયા. નવ દાખલા કરી શક્યા. દશમો ન ફાવ્યો, એટલે મોટાભાઈની મદદ લઈને ગણ્યો. બીજે દિવસે શાળામાં સૌ વિદ્યાર્થીઓએ ઘરકામ બતાવવા માંડ્યું, તેમ ગોખલેએ પણ દાખલા બતાવ્યા. કોઈના ચાર ખરા હતા, કોઈના છ-સાત ખરા હતા, પરંતુ ગોખલેના તો દશેદશ દાખલા ખરા હતા. તેથી શિક્ષક ખૂબ પ્રસન્ન થયા. તેમણે ગોખલેને શાબાશી આપી, એટલું જ નહિ ઉમળકાભેર એક રૂપિયો ઇનામમાં આપ્યો. અને કહ્યું, “તું બધા જ દાખલા બરાબર ગણી લાવ્યો છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. એટલે આ ઇનામ આપું છું.” Jain Education International ૪૨૪ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450