Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 435
________________ એટલે જ આપને કહું છું કે, જે ગુણો ભવિષ્યમાં વિકસાવવાના છે તે તમે અત્યારથી જ વિકસાવવા માંડો, અને દુર્ગુણને પ્રવેશવાનાં સઘળાં દ્વાર બંધ કરી દો. આ સમયમાં જો એકાદી બદી પણ જીવનમાં પેસી જશે, એકાદો દુર્ગુણ પણ જો બીજના રૂપમાં રોપાઈ જશે, એકાદ ખરાબ વિચાર પણ જો મનમાં પ્રવેશી ઊઠશે તો, મોટા થયા પછી અનેક પ્રયત્ને પણ તેનાથી બચી નહિ શકો. નાનપણમાં ઘર ઘાલી બેઠેલી બદીઓને દૂર કરવા માટે જબ્બર જોગી અગર જાદુગર પણ કામયાબ નીવડતો નથી. મનમાં એક વિચાર પેઠો, એટલે એ વૃક્ષ બનવાનો અને દિલની દીવાલો તોડીને બહાર નીકળવાનો જ. એટલે આપણે તો બાલ્યવયમાંથી જ વિચાર, ઉચ્ચાર અને આચારને શુદ્ધ, સુંદર અને સ્પષ્ટ બનાવવા માટે સાવચેત રહીશું તો જ વિદ્યાને ખરેખરી રીતે દીપાવી શકીશું. આ માટે જ ‘સા વિદ્યા યા વિમુક્તયે' એ મુદ્રાલેખ દ્વારા મુક્તિ માટેની વિદ્યા મેળવવાનો આદેશ અપાયો છે. મુક્તિ માટેની વિદ્યા મેળવે એ જ દુનિયામાં ગૌરવપૂર્વક જીવી શકે છે. આમ વિચાર, ઉચ્ચાર ને આચારને એકતાલમાં રાખી જગતમાં ગૌરવભેર જીવવા માટે ત્રણ મુદ્દાઓ તરફ તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ. આ ત્રણ મુદ્દાઓ એટલે અભય-પુરુષાર્થ-સંયમ. હું જાણું છું કે, દરેકેદરેક મુદ્દો કલાકોના કલાકો લઈ શકે તેમ છે. પણ મારે તો બધી વાતો એક કલાકના પોણા ભાગમાં જ કહેવાની છે. એટલે અત્યારે તો તેની આછીપાતળી રૂપરેખા જ આપની જ આપની સમક્ષ રજૂ કરીશ, કે જેથી આપણે સમજી શકીએ કે, આ ત્રણ વસ્તુઓ જો આપણી પાસે હોય ો જીવનક્ષેત્રમાં આપણે કેવા સફળ બની શકીએ અને જીવનધ્યેય સાધી શકીએ. તેની આછીપાતળી રૂપરેખા જ આપની સમક્ષ અહીં રજૂ કરું છું. એક કવિએ કહ્યું છે : If you are an angle, Descend to manhood, If you are an animal, Ascend to manhood; But be the man. Man is the master of all the cosmos. કવિ કહે છે કે, જો તું દેવ હોય તો અમારે દેવનો ખપ નથી નીચો ઊતરીને તું માનવતાની ભૂમિકા ૫૨ આવ. જો તું પશુ હોય તો પશુતામાંથી Jain Education International ૪૨૬ . માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450