Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 418
________________ એ તો ઇચ્છે છે કે એવો દિવસ ક્યારે આવે કે મરતાં મરતાં પણ કોઈકના કલ્યાણમાં હું નિમિત્ત બની જઉં. જીવનમાં કોઈકનું કલ્યાણ કરી જવું એ દિવ્યતાની વૃત્તિ છે. બીજાનું ખાઈ જવું એ દાનવવૃત્તિ છે. આપણા જીવનઘરમાં ડાબે પડખે અને જમણે પડખે આ બન્ને વૃત્તિઓ બેઠેલી છે. દિવ્યતા પણ અહીં છે, દાનવતા પણ અહીં છે. કોઈને શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂ૨ નથી. પ્રત્યેક માનવીના મનની અંદર આવો એક દેવતા બેઠો છે. પરિણામે, જેના મનની અંદર દેવતા બેઠો છે એ વિચાર કરે છે કે એવી ઘડી ક્યારે આવે કે પોતાના જીવનને આપી દઈ પણ અન્યના જીવનને શાન્તિ આપીએ ? શુભ ભાવમાં ૨મતા કોશલરાજ દિવસો પસાર કરે છે. વિચાર કરો કે એક રાજવી વનવગડામાં જાય છે, પોતાના કુટુંબને છોડે છે, બધાયથી વિખૂટો પડીને જીવે છે. શા માટે ? પ્રેમ માટે, ક્ષમા માટે, કારુણ્ય માટે અને અહિંસા માટે. અંતે એક દિવસ એક દૂરનો માણસ ચાલ્યો ચાલ્યો ત્યાં આવે છે. લાકડાનો ભારો લઈને જતાં કોશલરાજને એણે પૂછ્યું : ‘કઠિયારા ભાઈ, કોશલ દેશનો રસ્તો કયો ?' કોશલરાજે પૂછ્યું : “કેમ ભાઈ ? શું કામ છે એનું ?' પેલો કહે : ‘મારે કૌશલ દેશમાં જવું છે અને મહારાજ કોશલરાજને મળવું છે.' કોશલ૨ાજને આશ્ચર્ય થયું : ‘કૌશલરાજને મળવું છે ? તારે વળી એમનું તે એવું શું કામ છે ?'' એ કહે : “હું બહુ ગરીબ છું. મારા પર દેવું ઘણું થઈ ગયું છે. મારી પાસે ખાવાનું નથી. એમાં વળી મારી દીકરીનાં લગ્ન આવ્યાં છે, અને મારે એક સો સોનામહોર જોઈએ છે. મેં એમ સાંભળ્યું છે કે કોશલરાજ એવા ઉદાર છે કે કે કોઈનેય ખાલી હાથે પાછા કાઢતા નથી. એટલે મારે કોશલરાજની પાસે મદદ માંગવા જવું છે. મને કોશલ દેશનો રસ્તો બતાવો ને !'' કોશલરાજ આ શબ્દો સાંભળીને વિચારવા લાગ્યા : અહો, મારા નામે આટલો આટલો પંથ ખેડીને જે માણસ આવે છે, એ જો ત્યાં જઈને સાંભળશે કે કોશલરાજ તો છે નહિ તો એને કેટલો વિષાદ થશે; કેટલી નિરાશા આવશે ? ખરેખર, આને માટે મારે કાંઈક કરવું જોઈએ. એણે લાકડાનો ભારો Jain Education International બંધન અને મુક્તિ * ૪૦૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450