Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 423
________________ પણ વિશ્વમાં લાવવાની જરૂર છે જો આપણે પૃથ્વીને સ્વર્ગ બનાવવી હશે તો અહીં બેઠેલા આટલા બધા બાંધવોમાંથી કોઈક બાંધવને પણ આ વાત સ્પર્શશે, તો હું સમજીશ કે મને આજના શ્રમનું મારું પૂરું મહેનતાણું મળી ગયું છે. હું પણ આજના દિવસને મારા જીવનનો ધન્ય દિવસ, એક મંગળમાં મંગળ દિવસ સમજીશ. એટલે, આજના દિવસ માટે કોઈ મારો આભાર ન માને, કારણ કે મને અહીં લઈ આવનારનો જ હું ખરો આભારી છું. એકબીજાની સાથે આપણી વાતો થઈ. આપણે એકબીજાને મળ્યા. દૂર દૂરના માનવો એકબીજાની સાથે મળે, એકબીજા સાથે માનવતાની વાત કરે, એવી તક અપાવનારનો આપણે આભાર માનવાનો છે. ક્ષમા અને મૈત્રીની વાત જીવનમાં ઉતારી આપણે એકબીજાનો આભાર માનીએ. તમારી વિદાય લેતાં અને તમારાથી દૂર થતાં, મને વૃત્તિઓની કેદ સાંભરે છે. તમે થોડાં વર્ષો પછી આ કેદમાંથી છૂટી જશો, પણ જીવનની વૃત્તિઓની કેમાથી છૂટવું અતિ કઠણ છે. એ જેલમાંથી આપણે સૌ કેમ જલદી છૂટીએ, એ ભાવ જાગૃતિના આ પ્રકાશમાં માનવીને જાગે તો આજનો આ પ્રસંગ અવિસ્મરણીય ધન્ય થઈ જાય. જી [નોંધઃ ‘બંધન અને મુક્તિ' આ વિષય ઉપર તા. ૭-૩-૬૦ના દિવસે અમદાવાદ-સાબરમતીની સેન્ટ્રલ જેલમાં હજારો કેદીઓની સમક્ષ આપેલું યાદગાર પ્રવચનો Jain Education International ૪૧૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450