________________
Jain Education International
>&>4 +>&>84+>&>*&*+}***
ને એક વૃદ્ધની યાદ આવે છે. એંસી
આ વર્ષની ઉંમર હતી. અને રસ્તાની એક
પડખે ખાડો ખોદીને તે એક આંબો વાવી રહ્યા હતા.
કોઈકે જઈને પૂછ્યું : “દાદા, તમે આ શું કરો છો ?''
દાદાએ કહ્યું : “હું આંબો વાવું
છું.’
૩૯. તેજનો લિસોટો
કો'ક ટીખળી માણસ હતો એણે મશ્કરી કરી : “અરે, દાદા તમને તે આ કેવી માયા લાગી છે ! આ આંબો વાવો ક્યારે, એ ઊગે ક્યારે, એનાં ફળ આવે ક્યારે અને તમે ખાઓ ક્યારે ?”
પેલા વૃદ્ધે કહ્યું : ‘‘ભાઈ, આ માયા નથી, આ તો માનવે જે અર્પણ કર્યું છે તે અર્પણનું આ તર્પણ છે.'
પેલાને કાંઈ સમજણ ન પડી એટલે
કહ્યું : “એટલે શું ?'’
એમણે કહ્યું : “રસ્તા ઉપર જે આંબો છે તે મારા પુરોગામીઓએ વાવેલો છે. તેની છાયા આજે હું માણું છું. એની
રત્નત્રયી
૩૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org