________________
આવત ક્યાંથી ? વાતનો કે ચર્ચાનો આ વિષય નથી. આ તો અનુભવનો આનંદ છે.
વાસનાના વ્યસનમાં લપટાયેલા મનને મુક્તિની મઝા નહિ સમજાય, એ બંધાયેલા જંતને આત્મસ્વાતંત્ર્યમાંથી ઊછળતી ઊર્મિઓની આહલાદકતા સ્પર્શે પણ કેમ ?
નાહી-ધોઈને સ્વચ્છ બનેલા માણસને જરાક ધૂળની રજ અડતાં પણ બેચેની થાય, પણ ધૂળ અને ઉકરડામાં જ આળોટતાં પ્રાણીને સ્નાન કરી શુદ્ધ થવાનો વિચાર સરખોય સ્પર્શે ?
શક્તિ ચંચળતામાં નહિ, સંયમમાં છે, અવાજોમાં નહિ, અંતરમાં છે. અંતરમાં ઊતરીને જુઓ કે અંદર કેવો પ્રશાન્ત શક્તિનો સ્ત્રોત વહી રહ્યો છે !
Atom – અણુ ફૂટતાં અંદરથી શક્તિ પ્રગટે છે તેમ અહંનું કોચલું ફૂટતાં અંદરથી સ્વયં પ્રગટે છે. અહિંના કોચલામાં સ્વયં છુપાયેલ છે. અહં ક્યારે ફૂટે ? અંદર ઊંડા ઊતરો ત્યારે. લોકો અહંના નાળિયેરને દાંત વતી તોડી સ્વાદ લેવા ચાહે છે. પણ બહાર કંઈ નથી. જે છે તે કોપરું અંદર છે. નાળિયેરનું ઉપરનું કોચલું તૂટે તો જ અંદરનું મીઠું પાણી મળે.
અહં ઢાંકણ છે, સ્વયં તત્ત્વ છે; અહં પ્રતિષ્ઠા કે અહંકાર છે, એ કોઈએ આપેલું છે, પારકું છે. સ્વયં કોઈએ આપેલું નથી. એ પોતે સ્વયંસિદ્ધ છે. અહીં બેડી છે, સ્વયં મુક્તિ છે.
અહં ઓળખાણ આપવા માગે છે કે હું કોણ છું, જ્યારે સ્વયં ઓળખાણ ભૂંસવા માંગે છે.
એક સાધુ પાસે ત્રણ મિત્રો આવ્યા. એમને સાધના કરવી હતી. સાધુએ પૂછ્યું : “તમે કોણ છો ?” પહેલાએ કહ્યું : “હું ? રાજ કુંવર છું. વીશ ગામનો સ્વામી છે.” “બસ !” સાધુએ બીજાને પૂછ્યું : “તમે કોણ છો ?” “હું ? હું નગરશ્રેષ્ઠીનો પુત્ર છું. એક કરોડ રૂપિયા મારા પિતા પાસે છે. હું તેનો એકનો એક પુત્ર છું. મારું સ્થાન ઘરમાં અદ્વિતીય છે.”
સાધુએ ત્રીજાને પૂછ્યું : “અને તમે ? તમે કોણ છો ?”
ત્રીજાએ હાથ જોડી નમ્રતાથી કહ્યું: “પ્રભો ! હું જાણતો હોત કે હું કોણ છું તો અહીં આપની પાસે શાને આવત ? આપ જ બતાવો કે હું શું છું ? હું કોણ છું ? કારણ કે, હું સ્વયંને ભૂલી ગયો છું. બધાની સાથે નામ અને ધામમાં પુરાયો છું.'
સાધુએ જાણ્યું : આ ત્રણમાં આ જ સાધક છે. શાન્તિમાં સ્વયંને પામવા આ આવ્યો છે. પેલા બે તો નામ અને અને ધામવાળા છે. એકની પાસે પૈસાનો
રત્નત્રયી ૩૮૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org