________________
આત્માને બાંધનારું તત્ત્વ, દુનિયામાં ક્યાંય નથી; એ તો આપણી અંદર પડ્યું છે. આપણી અંદર પડેલી વૃત્તિઓને આપણે સંયમિત કરી શકતા નથી એને પરિણામે જ આપણે હેરાન થવું પડે છે. આપણે જો આપણી વૃત્તિઓને કેળવી શકીએ, એને આજ્ઞાંકિત બનાવી દઈએ અને કહીએ કે તમારે અમારા કાબૂમાં રહેવાનું છે, તો કોઈનીય તાકાત નથી કે આપણી સામે કોઈ આંગળી પણ ઊંચી કરી શકે. પરંતુ આપણે તો આજે વૃત્તિઓનું કહ્યું કરવામાં જ માનીએ છીએ; આત્માની વાતને અધ્ધરતાલ જેવી માનીએ છીએ.
એક રીતે આ જેલ પણ એક જાતનું દવાખાનું જ છે. જો માણસ ખાવાપીવામાં ધ્યાન ન આપે અને જે તે અપથ્ય ખાય તો માંદો પડી, એ દવાખાનામાં જાય; તેમ જ માણસ પોતાની ઇન્દ્રિયોને કાબુમાં ન રાખી, જેમ તેમ વર્તે તો એ આવી સરકારી જેલમાં જાય. પછી એનો રોગ મટી જાય, માણસ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ જાય એટલે આ દવાખાનામાંથી એણે છૂટા થવાનું.
વિચારી જુઓ : જે માનવી ઇન્દ્રિયો અને મનને સાચવતો નથી, એને જ જેલ અને દવાખાનાંઓની સજા સહેવી પડે છે; બીજાને નહિ.
માણસને જ્યારે ક્રોધ આવે ત્યારે જો એ વિચાર કરે કે, હું મારા ઉપર ક્રોધને સવાર નહિ થવા દઉં, હું જ ક્રોધ ઉપર સવાર થઈશ.
અવિવેકી અને અણઘડ માણસને ક્રોધ આવે છે ત્યારે એના હાથમાં જે હોય છે તે લઈ એ સામાને છૂટું મારે છે. એમાં જો કોઈને વિચિત્ર રીતે વાગી જાય તો માણસ મરી પણ જાય છે. પછી પાંચ-પચાસ માણસો ભેગા થઈ જાય છે, અને કહે છે કે “આ માણસે ખૂન કર્યું.”
જરાક વિચારો આ ખૂન કોણે કર્યું ? માણસે ? ના. માણસ ખૂન નથી કરી શકતો. માણસ ક્રોધમાં માણસાઈ ખોઈ બેસે છે ત્યારે ક્રોધના આ આવેશમાં ઘા કરે છે. ક્રોધમાં જ્યારે આવ્યો ત્યારે એને એ ડામી ન શક્યો, કાબૂમાં ન રાખી શક્યો, તો એ ક્રોધ માણસ ઉપર ચઢી બેઠો અને એને પરિણામે આખી જિંદગી સુધી એને સહન કરવું પડ્યું.
તમને કેદમાં પુરાવનાર, બાળબચ્ચાંથી વિખૂટા પડાવનાર કોણ છે ? આ તમારો ક્રોધ. એ આવે ત્યારે આપણે જો કાબૂ રાખીએ, એ આવે ત્યારે આપણે નીડર બનીને એને કહીએ કે તું આવ્યો તો ભલે આવ્યો, પરંતુ તેને હવે બહાર નીકળવા દેવો કે નહિ, એ તો મારા હાથની વાત છે ને ! તને બહાર નહિ
બંધન અને મુક્તિ
* ૪૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org